તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | ડાંગ જિલ્લામાં માલેગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો , યોજનાકીય સાહિત્યનું પણ વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | ડાંગ જિલ્લામાં માલેગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો , યોજનાકીય સાહિત્યનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંવેદનશીલ રાજ્ય સરકારના અસરકારક વહીવટી અભિગમની વિભાવના સાર્થક કરતા સેવા સેતૂ કાર્યક્રમના બીજા તબક્કાનો ડાંગ જિલ્લાનો પ્રથમ કાર્યક્રમ, આહવા તાલુકાના માલેગામ ખાતે યોજાયો હતો. જેમાં 608 અરજદારોએ તેમને જરુરી એવી સેવાઓ ઘરઆંગણે પ્રાપ્ત કરી હતી.

સાપુતારાની તળેટીમાં આવેલા માલેગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવા સેતૂ કાર્યક્રમમાં માલેગામ, શામગહાન, બારીપાડા અને ગોટયામાળ જુથ ગ્રામ પંચાયતોના કુલ-18 ગામોના જરૂરિયાતમંદ પ્રજાજનોએ ઉપસ્થિત રહી, તેમના પ્રશ્નો-જરૂરિયાતોનું ઘરઆંગણે નિરાકરણ મેળવ્યું હતું.

પ્રજાજનોની લાગણી અને માંગણીને અનુલક્ષીને રાજ્ય સમસ્તમાં બીજા તબક્કાના શરૂ થયેલા સેવા સેતૂ કાર્યક્રમમાં પ્રજા પ્રતિનિધિઓની હાજરી નોંધનિય રહી હતી. કાર્યક્રમની મુલાકાતે માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા હંસાબેન પટેલ સહિત માલેગામના નવા વરાયેલા મહિલા સરપંચ તન્મયબેન ઠાકરે, શામગહાનના સરપંચ લલીતાબેન ચાંદેકર, બારીપાડાના સરપંચ કમળાબેન રાઉત, ગોટયામાળના સરપંચ ભાગીબેન ભોયે ઉપરાંત આહવા તાલુકા પંચાયતના સદસ્ય દેવરામભાઇ ચૌધરી, સમાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા કલાબેન ઠાકરે વગેરે આવી પહોંચ્યા હતા. અહીં મહિલા પદાધિકારીઓની ઉત્સાહપ્રેરક અને પ્રેરણાદાયી હાજરી નોંધાઇ હતી.

ડાંગના પ્રાંત અધિકારી એમ.બી.ભાભોરની સતત ઉપસ્થિતિ વચ્ચે માલેગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં આહવાના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકરી પ્રેમિલાબેન પરમાર, મહાલકારી પી.એમ.રાઠોડ, મહેસૂલી કર્મયોગીઓ જે.એ.માહ્યાવંશી, સૂરેશ ચૌધરી, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેર વી.ડી.પટેલ, પશુધન નિરિક્ષક ડો.સી.આર.પટેલ, તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર શંકરભાઇ રાઉત, સમાજ સુરક્ષા અધિકારી રાકેશ ચૌધરી, માહિતી વિભાગની ટીમ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારી/કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સેવા સેતૂ કાર્યક્રમમાં ગ્રામજનોને આવક-જાતિના દાખલા સહિત ક્રિમિલેયર અને ડોમીસાઇલ સર્ટિફિકેટ, વાડા-જમીનના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની અરજીઓ, માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ જેવી સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત અહીં કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, મહેસૂલ, આદિજાતિ, સમાજ કલ્યાણ, આરોગ્ય, વીજ કંપની સહિત જુદા જુદા વિભાગોની માહિતી-માર્ગદર્શન અને અરજીફોર્મ સ્વીકારવા જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

માલેગામના સેવા સેતૂ કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા વિકાસ સ્મીત નામક પુસ્તિકા સહિત યોજનાકીય સાહિત્યનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું.

માલેગામ ખાતે સેવા સેતૂ કાર્યક્રમ યોજાયો હતો. તસવીર-પાંડુ ચૌધરી

18 ગામના ગ્રામજનોને ઘરઆંગણે વિવિધ સેવાઓ ઉપલબ્ધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો