• Gujarati News
  • અજગર દંપતીદિવસે વિહરતા કુતૂહૂલ

અજગર દંપતીદિવસે વિહરતા કુતૂહૂલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા :સાપુતારાના સ્વામીનારાયણ મંદિરથી ટેબલ પોઈન્ટ જતા ઢોળાવવાળા માર્ગને અડીને આવેલ ખીણ પાસે બે મહાકાય અજગર હોવાની વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકો સહિત સહેલાણીઓની ભીડ ઉમટી હતી. માર્ગને અડી આવેલ ખીણ પાસે કપલ જાણે ગિરિમથકની શેર કરી રહી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લોકોની ભીડ એકત્ર થતા એક અજગર ઉંડી ખીણમાં કુદી પડ્યો હતો. જ્યારે એક અજગર કોઈ જાનવર કે પ્રાણીને આરોગેલ હોય ઝાડીમાં કલાકો સુધી વિંટળાઈ રહેતા લોકોએ જોવાનો લહાવો લીધો હતો. સાપુતારા આમ તો સાપોના ઉતારા તરીકે જાણીતુ છે પરંતુ અજગર દંપતીને એક સાથે નિહાળવા માટે સ્થાનિકો સહિત સહેલાણીઓને રોમાંચક ઘટના બની હતી.