• Gujarati News
  • મુરબી ગામે વાન જીપ અથડાતા 15ને ઈજા

મુરબી ગામે વાન-જીપ અથડાતા 15ને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના મુરબી ગામ નજીક માર્ગમાં મારૂતિવાન અને મહિન્દ્રા પેસેન્જર જીપ સામસામે પૂરપાટ ઝડપે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પંદરને ઈજા થઈ હતી જેમાંથી ત્રણ સવારોને ગંભીર ઈજાઓ પહોંચતા મહારાષ્ટ્રના નાસિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.

મળતી વિગતો મુજબ આજે રવિવારે સવારે શામગહાન તરફથી મહારાષ્ટ્રના સુરગાણા તરફ જઈ રહેલી મરાઠી પરિવારની મારુતિવાન નં.એમએચ-15-8810 તથા સુરગાણાથી પેસેન્જરો ભરી સુપદહાડ જતી મહિન્દ્રા પેસેન્જર જીપ નં.જીજે-15-સી-7564 જે બંને બારીપાડાથી સુરગાણા (મહારાષ્ટ્ર)ને સાંકળતા સ્ટેટ માર્ગના મુરબી ગામ નજીક પૂરપાટ વેગે સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં 15 જેટલા સવારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત શામગહાન પીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. બનાવમાં મારૂતિવાનમાં સવાર ત્રણ મરાઠી સદસ્યોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે શામગહાન પીએચસી ઉપરથી રિફર કરી મહારાષ્ટ્રના નાસિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હોવાના અહેવાલો સાંપડ્યા છે.

હોસ્પિટલમાં સારવાર લેતા ઈજાગ્રસ્તો

1.નામદેવદભાઈભ્રામણા રહે.સુરગાણા (મહારાષ્ટ્ર)

2.એકનાક્રિષ્ણા ચૌધરી રહે.માગહાણ (મહારાષ્ટ્ર)

3.મંદાબેનરામદાસ વાઘમારે રહે.શિરીષપાડા (મહારાષ્ટ્ર)

4.હિરાબેનનહાર પવાર રહે.શિરીષપાડા (મહારાષ્ટ્ર)

5.સેવનબેનહિરામન ચોર્યા રહે.સુપદહાડ (ડાંગ)

6.પાંડુભાઈઝાવરુ નિકાળે રહે.સુપદહાડ (ડાંગ)

7.પરસરામભીખાભાઈ પવાર રહે.સુપદહાડ (ડાંગ)

8.વિજયભાઈરામભાઈ ગાવિત રહે.સુપદહાડ (ડાંગ)

9.આશિષરામચંદ નિકાળે (ઉ.વ.10) રહે.સુપદહાડ (ડાંગ)

10.કિરણભાઈઆનંદભાઈ ગાવિત રહે.સુપદહાડ (ડાંગ)