• Gujarati News
  • રાજ્યસરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવતા માળખાગત સુવિધા

રાજ્યસરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવતા માળખાગત સુવિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યસરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવતા માળખાગત સુવિધા સવલતો પૂરી પાડી ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા પર્યટન સ્થળ તેમજ શબરીધામ, પંપા સરોવર, ગીરાધોધ, બોટાનિકલ ગાર્ડન વઘઈ વગેરે સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

ડાંગ જિલ્લામાં પર્યટન સ્થળો, યાત્રાધામ અને ધાર્મિક સ્થળોએ આવતા પ્રવાસીઓ અને યાત્રિકોને પ્રવાસન સુવિધા અને સવલતો પૂરી પાડવાના આયોજન વ્યવસ્થાની એક બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. બેઠકમાં અધિક કલેકટર સી.એમ. ગામીતે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં સૌથી મહત્ત્વના અને પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક યાત્રાધામમા આવનાર પ્રવાસીઓ અને યાત્રિકો માટે સ્વચ્છતાની સાથે પીવાના સ્વચ્છ પાણી અને સેનિટેશન, ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ નથી તેવા પંપા સરોવર, ગીરમાળ અને વઘઈ ગીરા ધોધ ખાતે પર્યટકો, યાત્રિકોની પડતી અગવડ વિશે ચર્ચા કરી સ્થળ નક્કી કર્યા હતા.

સ્થળોએ સુવિધા ઉપલબ્ધ કરવાના કામ માટે રૂ. 1 કરોડ સહાય તરીકે આપવામાં આવનાર છે. જે બેંક એકાઉન્ટમાં જમા લઈ તેનું જે વ્યાજ આવે તે વ્યાજ તથા લોકફાળાની મદદથી સફાઈ, સ્વચ્છતા અને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે. તેની જાણકારી આપી સૌને સહયોગ આપવા જણાવ્યું હતું.હાલમાં સાપુતારામાં મોન્સુન ફસ્ટીવલમાં મોટીસંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

યાત્રીઓને સુવિધા પુરી પાડવા અંગે બેઠક

પ્રવાસન સ્થળોની સુવિધા માટે 1 કરોડ અપાશે

પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં