• Gujarati News
  • National
  • ડાંગમાં ચૂંટણીમાં પ્રચાર સાહિત્ય પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ

ડાંગમાં ચૂંટણીમાં પ્રચાર સાહિત્ય પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા | આગામી27મીએ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ યોજાઇ રહેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી સંદર્ભે, ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટર એસ.બી.ચૌધરી દ્વારા, જાહેર માર્ગો કે મિલકતો ઉપર પ્રચાર સાહિત્ય પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એક જાહેરનામા દ્વારા ચૌધરીએ કોઇપણ ઉમેદવાર કે વ્યક્તિએ પોતાના ચૂંટણી પ્રચાર અંગે જાહેર માર્ગો, સાર્વજનિક માર્ગો, જાહેર કે સરકારી મિલકતો, મકાનો, જગ્યાઓ, વાહન વ્યવહાર માટે વપરાતા પ્રવર્ત રહેતા ક્રોસીંગ, ચાર રસ્તા, એસ.ટી.સ્ટેન્ડ, શેરીઓના નાકા જેવા સ્થળોએ વિશાળ પોસ્ટરો, બેનરો, પૂંઠા કે કાગળ કે અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો, અને રાજકીય અગ્રણીઓના કટઆઉટ વિગેરે ઊભા કરવાનો, અને પ્રદર્શિત કરવાનો અને રીતે રેલવે મિલકતો, સરકારી મકાનો, જાહેર મિલકતો, વીજળી અને ટેલીફોનના થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારની જગ્યાએ કમાન, પાટીયા, બેનરો, ધજાપતાકા, ભીંતચિત્રો વિગેરે ચૂંટણી પ્રચાર માટે મુકવા કે ઊભા કરવા ઉપર, સમગ્ર ડાંગ જિલ્લામાં 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...