તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લવાર્યા ગામે ‘સરકાર આપના દ્વારે’ કાર્યક્રમમાં 349 અરજી સ્વિકારાઇ

લવાર્યા ગામે ‘સરકાર આપના દ્વારે’ કાર્યક્રમમાં 349 અરજી સ્વિકારાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લવાર્યાપ્રાથમિક શાળા ખાતે ગ્રામજનોના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મહેસૂલી સેવાઓ જેવી કે પુરવઠા વિભાગની 30 સેવાઓ, આવક અને જાતિના દાખલા સહિત વારસાઇના 20 કેસ, આધાર કાર્ડ-11 કેસ ગ્રામજનો દ્વારા રજુ કરાયા હતા. જેમને સ્થળ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત અહીં તાલુકા પંચાયતની સેવાઓમાં જુદા જુદા 20 જેટલા દાખલાઓ, અને શૌચાલયની ૮૦ અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગના મા વાત્સલ્ય કાર્ડ-26 ઉપરાંત આંગણવાડી અને શાળાના 84 બાળકોની પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. વીજ વિભાગ દ્વારા લવાર્યા ગામે એલ.ઇ.ડી. બલ્બ 64 ગ્રાહકોને પુરા પડાયા હતા. જ્યારે 17 અરજદારોને ખેતી માટેના વીજ જોડાણ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી, જ્યારે એક દિવ્યાંગ અરજદારને પણ જરૂરી સેવા પુરી પાડી, લવાર્યા ગામના કાર્યક્રમમાં કુલ 349 સેવાઓ ગ્રામજનોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ભેંડમાળ ગૃપ ગ્રામ પંચાયત હસ્તકના ભેંડમાળ સહિત મોટી દાબદર, લવાર્યા, વાઘમાળ અને આમસરવલણ ગામોના પ્રજાજનો માટે યોજાયેલા સરકાર આપને દ્વારે કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયતની શિવારીમાળ બેઠકના ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઉર્મિલાબેન થોરાટ, અને દગડીઆંબા બેઠકના સદસ્યા વનિતાબેન ગામીતે પણ મુલાકાત લીધી હતી.આ વેળા તેમની સાથે ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઇ બિરારી, સામાજિક કાર્યકર શિવરામભાઇ ગાંગુર્ડે, વઘઇ મામલતદાર ડી.કે.વસાવા, તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ દૂષાણે, માહિતી વિભાગની ટીમ, તાલુકાના કર્મયોગીઓ સર્વ મોહનભાઇ પટેલ, સી.ડી.વ્યવહારે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના નોડલ ઓફિસર ડો. પટેલ, વીજ વિભાગના ગામીત સહિત જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...