તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આહવા | આગામીદિવાળીના તહેવારોને અનુલક્ષીને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા

આહવા | આગામીદિવાળીના તહેવારોને અનુલક્ષીને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા | આગામીદિવાળીના તહેવારોને અનુલક્ષીને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઇ, સુબીર, સાપુતારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સીઝનલ ફટાકડાનું વેચાણ કરતા રસ ધરાવતા વેપારીઓ પાસેથી, માટેના હંગામી લાયસન્સ મેળવવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. ફટાકડા વેચાણ માટેનું હંગામી લાયસન્સ મેળવવા ઇચ્છતા વેપારીઓને કલેક્ટર કચેરીની ફોજદારી શાખામાંથી અંગેનું નિયત અરજીફોર્મ મેળવી, નિયત કરેલી ફી રૂ. 150 ચલણ મારફતે જમા કરાવી મોડામાં મોડુ 21મી ઓકટોબર સુધીમાં અરજીફોર્મ સંપૂર્ણ આધાર પુરાવાઓ સાથે રજુ કરી, લાયસન્સ મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ, તથા હંગામી લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય છે.

ફટાકડાનું વેચાણ માટે હંગામી લાઇસન્સની અરજી મંગાવાઈ

અન્ય સમાચારો પણ છે...