તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમાજમાં ઉત્કર્ષની શરૂઆત પ્રથમ પોતાનાથી કરવી

સમાજમાં ઉત્કર્ષની શરૂઆત પ્રથમ પોતાનાથી કરવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામખાતે તરવરીયા યુવાનો દ્વારા આદિવાસી સમાજની ચિંતન શિબિરનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અને સમાજની ભાવિ પેઢીના વિકાસ માટે લોકોને આગળ આવવા આગેવાનો દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું.

ખેરગામની એન્કર ફેકટરીના કેમ્પસમાં યોજાયેલા ચિંતન શિબિરમાં ખેરગામ સહિત આજુબાજુના દૂર દૂરના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. પ્રસંગે વક્તા તરીકે દમયંતીબેન પટેલ, ઉત્પલભાઈ, જેરામભાઈ, દિલીપભાઈ પટેલ, ડો. પ્રદીપભાઈ પટેલ, નટુભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ પોતપોતાનું વક્તવ્ય રજૂ કરી સમાજના સર્વાગી વિકાસ અને સમાજના લોકોને કેવી રીતે આગળ લાવી શકાય તે બાબતની વાત કરી હતી. દિલીપભાઈ પટેલે જણાવ્યું કે સમાજમાં ઉત્કર્ષ માટેની શરૂઆતે આપણે પ્રથમ પોતાનાથી કરવી પડશે અને આદિવાસીઓની ઓળખ અને ભારતના મૂળ નિવાસી આદિવાસી સમાજ છે. જ્યારે અન્ય આગેવાનો દ્વારા આદિવાસી સમાજના લોકોને શિક્ષિત બનો સંગઠિત બનોની વાત કરી સમાજમાં ચાલતા કુરિવાજો પર પ્રકાશ પાડી શરૂઆત આપણા પોતાનાથી કરવા માટે આહવાન કર્યું હતું. આદિવાસી સમાજ માટે શિક્ષણનું કેટલું મહત્વ છે વર્તમાન સમયમાં આદિવાસી સંસ્કૃતિનું મહત્વ અને તેને કેવી રીતે જાળવી રાખવી, સમાજ પ્રત્યે આપણી જવાબદારી અને સમાજ માટે આપણે શું યોગદાન આપી શકીએ જેવી અનેક બાબત ઉપર આગેવાનોએ શિબિરમાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકોને માર્ગદર્શન આપી સમાજના લોકોમાં વધુ જાગૃતિ લાવવાના પ્રયાસ કર્યા હતા.

ખેરગામમાં આદિવાસીઓની ચિંતન શિબિર

અન્ય સમાચારો પણ છે...