• Gujarati News
  • National
  • મોરઝીરાની ગર્ભવતી મહિલાની 108માં જ સફળ પ્રસૂતિ કરાવાઇ

મોરઝીરાની ગર્ભવતી મહિલાની 108માં જ સફળ પ્રસૂતિ કરાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુબીર તાલુકાના મોરઝીરા ગામની ગર્ભવતી મહિલાને વેણ ઉપડતા દવાખાને પહોચે તે પહેલા જ 108 એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરવાઇ હતી.

મોરઝીરા ગામની આદિવાસી મહિલા અનિતાબેન મોતીલાલ પવાર પ્રસુતિનો દુખાવો ઉપડતા ગામના આગેવાનો દ્વારા ગારખડી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરાતા ગારખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોડ મોરઝીરા મુકામે પહોંચી હતી ત્યાં સુધીમાં મોરઝીરા ગામે ઉપલા ફળિયામાં રહેતા અનિતાબેનને પ્રસુતિનો દુખાવો ખૂબ જ અસહ્ય બની ગયો હતો. ગર્ભવતી મહિલાની આ હાલત જોઇ 108 એમ્બ્યુલન્સના ઇએમટી સંદીપભાઇ પવાર અને પાયલોટ સમીર કે સૈયદ અનિતાબેન પવારને 108 માં લઇને આહવા ઇએમટી સિવિલ હોસ્પિટલમાં જવા માટે સત્વરે 108 ઉપાડી હતી.

પરંતુ અંદર રહેલ મહિલાને પ્રસુતિનો દુખાવો ખૂબ જ વધી જતા આવા ગંભીર ટાણે સમય સુચકતા દાખવીને 108 માં રહેલા ઇએમટી અને પાયલોટ દ્વારા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લઇ અનિતાબેનની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી. આમ સફળ બાળકીની પ્રસૂતિ થતા મહિલા અને ગર્ભમાં રહેલા બાળકના જીવનું જોખમ ટાળવા પામ્યું હતું. આ બાદમાં અનિતાબેન અને નવજાત શિશુને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...