17મીએ તાપી જિલ્લામાં કૃષિ મહોત્સવ યોજાશે

Vyara News - krishi mahotsav will be held in tapi district on 17th 080509

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા | આગામી તા. ૧૭મી, જૂનના રોજ તાપી જિલ્લામાં ખરીફ કૃષિ મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લાના સાતે સાત તાલુકાઓમાં કૃષિ મહોત્સવ યોજવામાં આવશે. જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત તરફથી મળતી વિગતો અનુસાર તા. ૧૭મી, જૂનના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દરેક તાલુકાના તાલુકા મથકે કૃષિ મહોત્સવ યોજાશે. એપીએમસી વાલોડ ખાતે વાલોડ તાલુકાનો, આરોગ્ય કેન્દ્રની બાજુનું મેદાન, ડૉલવણ ખાતે ડૉલવણ તાલુકાનો, ખેડૂત તાલીમ કેન્દ્ર, વ્યારા ખાતે વ્યારા તાલુકાનો, એપીએમસી સોનગઢ ખાતે સોનગઢ તાલુકાનો, બી.આર.સી ભવન, ઉચ્છલ ખાતે ઉચ્છલ તાલુકાનો, એપીએમસી, નિઝર ખાતે નિઝર તાલુકાનો અને એસ.કે.કાપડિયા સ્કૂલ, કુકરમુન્ડા ખાતે કુકરમુન્ડા તાલુકાનો કૃષિ મહોત્સવ યોજાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

X
Vyara News - krishi mahotsav will be held in tapi district on 17th 080509

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી