Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગ બજાર માંદુ : ગત વર્ષ કરતા 25 ટકા માલ ઓછો ભરાવ્યો છતાં બચી જવાનો ડર
બારડોલી નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વરાજ આશ્રમના મેદાનમાં મકરસક્રાતિના પર્વે પતંગ બજારના સ્ટોલ લાગે છે. દર વર્ષની સરખામણીમાં આ સિઝનમાં પતંગ બજારમાં ભારે મંદીનો અનુભવ જોવા મળ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષે 20 લાખથી વધુના પતંગોનું વેચાણ થયુ હતું. પરંતુ ચાલુ વર્ષે 14 લાખના જ પતંગો બજારમાં લાવ્યા છે, ઉત્તરાયણના એક દિવસ બાકી હોવા છતાં ગ્રાહકી જોવા મળી નથી, ત્યાંરે ગત વર્ષની સરખામણીમાં 40 ટકા ધંધો ઓછો થવાનો ભય વેપારીઓને સતાવી રહ્યો છે. અગાઉ ખરીદેલા પતંગો પૂરા થઇ જતાં, બીજા લાવવા દોટ મુકવી પડતી, આજે સ્ટોલમાં માલ છે, એટલો વેચાણ થાય તો પણ સારૂ એવી પરિસ્થિતિ હોવાનું જ્ણાવે છે.
ચાલુ વર્ષે ચોમાસુ સિઝન લાંબી રહેતા પતંગોનો સ્ટોક પણ પૂરતો બન્યો ન હતો, પરિણામે વેપારીઓને માલ પણ ગત વર્ષની સરખામણીમાં ઓછો મળ્યો હતો. બારડોલી પતંગ બજારમાં ગત વર્ષે 31 સ્ટોલમાં અંદાજીત 5 લાખ પતંગ લાવવામાં આવ્યા હતા, તેની સરખામણીમાં ચાલુ વર્ષે બજારમાં સ્ટોલની સંખ્યા પણ ઘટી છે.
...અનુસંધાન પાના નં. 2
બાળકો માટે વિવિધ પ્રકારના બ્યૂગલો તેમજ આકર્ષિત ચશ્મા
બારડોલીમાં આવેલ પતંગ ભંડાર અને સ્ટોલમાં અવનવી વેરાઇટીઓ
બારડોલી પતંગ બજારમાં વેચાતા અવનવી જાતના પતંગો
બારડોલી પતંગ બજારમાં વેચાતા અવનવી જાતના પતંગો
બારડોલી પતંગ બજારમાં ગ્રાહકોને આકર્ષવા વેપારીઓએ અવનવી જાતના પતંગોથી પોતાના સ્ટોલો સજ્જ કર્યા છે. જેમાં જયપુરી, ખંભાતી, રામપુરી, ચીલ, નાળિયાદી તેમજ પક્ષી પતંગ પણ ગ્રાહકોને આકર્ષવા માટે મૂકવામાં આવ્યા છે.
બારડોલી પતંગ બજારમાં ગ્રાહકોને આકર્ષવા વેપારીઓએ અવનવી જાતના પતંગોથી પોતાના સ્ટોલો સજ્જ કર્યા છે. જેમાં જયપુરી, ખંભાતી, રામપુરી, ચીલ, નાળિયાદી તેમજ પક્ષી પતંગ પણ ગ્રાહકોને આકર્ષવા માટે મૂકવામાં આવ્યા છે.
પતંગ બજાર બારડોલીમાં બાળકો માટે લાઇટ વાળા ફાનસ, અવનવા ફુગ્ગા, ટોય પતંગ વિવિધ અવાજો વાળા બ્યૂગલો તેમજ ફીરકીના સ્ટેન્ડો તેમજ ચહેરા ઉપર પહેરવાના વિવિધ માસ્ક અને અવનવી ફેન્સી ડિઝાઈનોના ચસમાં પણ પતંગ રાશિકો માટે રાખવામા આવ્યા છે. જાત જાતના બ્યૂગલો, ચસમાઓ અને માસ્ક ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.