તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેગામા ગામે બાળકોને પતંગ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ| વાલોડ તાલુકાના દેગામા ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ દેગામા ગામના ઉપસરપંચ યોગેશભાઈ ચૌહાણ અને દેગામા હળપતિ વાસના સમાજના આગેવાન સતિષભાઈ સન્મુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. દેગામા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો, શેરડી કાપતાં મજુરી કરીને ગુજરાન ચલાવતા બાળકો, ઝુપડપટીમાં મળીને કુલ ત્રણસોથી વધારે બાળકોને પતંગ આપવામાં આવ્યા હતા. આ ગરીબ બાળકોના મુખ પર ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...