તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જિલ્લાના 81,477 ખેડૂતોના ખાતામાં કિશાન સન્માન નિધિ જમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી હતી. બાદમાં ઓનલાઇન નોંધણીની કામગીરી પૂર્ણ થતાની સાથે જ કેન્દ્ર સરકારે પ્રથમ હપ્તાના 2000 જમા કરાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

બે હેક્ટર સુધીની જમીન ધરાવતું ખેડૂત કુટુંબ કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેકટર [8 વીંઘા] સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા હોય, તે પ્રધાનમંત્રી કલ્યાણનિધિ યોજના થકી સહાય મેળવવા પાત્ર હોય છે. આવા ખેડૂતોએ તા.૧૭ ફેબ્રૂઆરી સુધી પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હતી. ત્યાંરબાદ બાદ ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર બને છે. ખેડૂતને ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે એટલે કે રૂપિયા 2000 હજારના ત્રણ હપ્તા ચુકવવાનું નક્કી થયુ હતું. જેમાં પહેલો હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. સરકારે રાજ્ય સહિત સુરત જિલ્લાના ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તાની રકમ જમા કરવાની શરૂઆત કરી હોવાનું નોંધાયું છે. સુરત જિલ્લાના 81,477 ખેડૂતોના ખાતામાં 16,29,54,000 જમા કરવામાં આવ્યા છે. હવે બાકી બે હપ્તાના રૂપિયા 4000 નિયત સમયગાળામાં ખેડૂતોના ખાતામા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી સીધા જમા કરવામાં આવશે. ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તાની રકમ પેટે રૂપિયા 2000 હજાર જમા થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.

પ્રથમ હપ્તા પેટે બે બે હજાર જમા કરાયા
ે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અંતગર્ત મેં ઓનલાઇન અરજી કર્યાબાદ રવિવારે મારા પર અચાનક મેસેજ આવ્યો કે મારા બેન્ક ખાતામાં યોજના ના 2000 રૂપિયા જમા થયા છે તે જાણીને મને ખુબજ આનંદ થયો. નરેશ પટેલ, લાભાર્થી ખેડૂત

સીમાંત ખેડૂતો માટે સરાહનીય યોજના
અગાઉની અનેક યોજનાનો કોઈ સીધો લાભ મળતો મળ્યો નથી. ત્યારે કેન્દ્ર સરકારની આ એક એવી યોજના છે જેનો ખેડૂતોને સીધો લાભ મળે છે. રસીકભાઇ પટેલ, ખેડૂત

6000 રૂપિયા એકસાથે આપવા જરૂરી
કેન્દ્ર સરકારે યોજનાના વાર્ષિક 6000 રૂપિયા ના ત્રણ હપ્તા એટલે કે 2000 મુજબ આપવાનું નક્કી કર્યું છે તેના 2000 રૂપિયા મારા બેન્ક ખાતામાં આવ્યા છે અને હજુ 4000 બાકી ત્યારે સરકાર યોજનાના 6000 રૂપિયા એક સાથે આપે તો એક સાથે આવતી રકમ નાના ખેડૂતો માટે મોટી સહાયરૂપ બને તેમ છે. અમરતભાઈ ઠાકોર, ખેડૂત લાભાર્થી

આરટીજીએસથી સહાય જમા કરાઇ
ખેડૂતોની એન્ટ્રી થઇ એટલા ખેડૂતોના બેંક ખાતામાં આરટીજીએસથી રૂપિયા જમાં થઇ ગયા છે. જોકે, કોઇ ખેડૂતના બેંક ખાતુ બંધ થઇ ગયુ હોય, કે અન્ય કારણસર ખાતામાં કોઇ ખામી હોય, એવા ખાતામાં જમાં થઇ શકે નહી, પરંતુ હજુ બે તારીખ બાકી હોય, એવા ખેડૂતોના ખાતા યોગ્ય કરી રૂપિયા જમા થઇ જશે. કે. એસ. પટેલ, સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો