તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સમ્માન નિધિ, ટકાવારીમાં ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેતીપ્રધાન દેશ એવા ભારતના નાના તથા સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સાથે તેમની આવક વધારવાના પ્રયાસરૂપે સંવેદનશીલ ભારત સરકારે 100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજના એવી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અમલી બનાવી છે. જે ખેડૂતોને આર્થિક મદદની સાથે ખાનગી ધિરાણદારો દ્વારા વસુલાતા વ્યાજના વિષચક્રમાંથી પણ મુક્તિ અપાવશે તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે આહવા ખાતે જણાવ્યું હતું.

પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષેદાડે ત્રણ સરખા હપ્તામાં રૂ.6 હજારની આર્થિક સહાય પુરી પાડતી આ યોજનાનો લાભ ડાંગ જિલ્લાના કુલ 25 હજાર 023 લાભાર્થી ખેડૂત પરિવારોને આપવાના લક્ષ્યાંક સામે તા.23મી ફેબ્રુઆરી સુધી 20 હજાર 708 ખેડૂતોની ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવતા મંત્રી પાટકરે હજી પણ જો કોઇ ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહી ગયા હોય તો તેમની ડેટા એન્ટ્રી વેળાસર નજીકની પંચાયતોમાં જઇને કરાવી શકે છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા આપવા સાથે શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલે જિલ્લામાં અમલી યોજનાની રૂપરેખા આપી હતી.

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આજદિન સુધી કુલ 8,072 લાભાર્થીઓની ડેટા એન્ટ્રી થવા સાથે વઘઇ તાલુકામાં 6,872 અને નવરચિત સુબિર તાલુકામા 5,765 ખેડૂતોની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ સમયસર થયેલી એન્ટ્રીની કામગીરીમાં ડાંગ જિલ્લો ટકાવારીની દૃષ્ટિએ રાજ્યમાં પ્રથમ રહેવા પામ્યો છે. આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યા સહિત એ.પી.એમ.સીનાં ચેરમેન વિજયભાઇ પટેલ, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ નરેશ ગવળી, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, કલેક્ટર એન. કે. ડામોર, નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નીશ્વર વ્યાસ અને દેવેન્દ્ર ત્રિવેદી, સહિતના ઉચ્ચાધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો અને લાભાર્થી ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમની સાથે સાથે સાથે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન કરવામાં આવ્યું હતું.

નાણાં જમા થવાના મેસેજો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો