કીમ ચાર રસ્તા વિસ્તારમાં એક રાત્રિના 3 બાઇકની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોસંબા | કીમ ચાર રસ્તા વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી એક જ રાત્રિના 3 મોટરસાઈકલ ચોરી થતાં કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. કીમ ચાર રસ્તા નજીક કીમ માંડવી રોડ પર વિષ્ણુ કોમ્પલેક્સ ખાતે હર્ષ કાર્ટિંગ નામની દુકાન ધરાવતાં ભરતભાઈ પરમાર વિષ્ણુ કોમ્પલેક્સમાં તેમના મિત્રની બાઇક નં (GJ-19AJ-2228) તેમજ (GJ-23BM-1431)ને તાળુ મારીને મુકી હતી. તે બંને બાઇકને રાત્રિ દરમિયાન ચોર ઈસમો ચોરી કરીને લઈ ગયા હતાં. વધુ એક બાઇક પીપોદરાની હદમાં કામધેનુ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પાર્ક કરેલી હીરોહન્ડા ડિલક્સ MH-18AS-96 નંબરની પણ બાઇક ચોરી થઈ હતી. જેની ફરિયાદ કોસંબા પોલીસમાં દાખલ થઈ છે
અન્ય સમાચારો પણ છે...