તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમ રેલવે સ્ટેશનેથી ગાંજા સાથે 2 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ | ઓલપાડ તાલુકાના કીમ રેલવે સ્ટેશન ઉપરથી 2 વ્યક્તિઓ મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન મારફત ગાંજા સાથે આવતા હોવાની બાતમી રેલવે પોલીસને મળી હતી. જે આધારે રેલવે પોલિસ ટીમ આ સમયે કીમ રેલવે સ્ટેશન અને પાર્કિંગ પાસે વોચમાં હતી. ત્યારે બાતમીના વર્ણન મુજબ કીમ સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી 2 વ્યક્તિઓ ઉતર્યા હતા. આ બન્ને યુવકો પાર્કિંગ પર પહોંચતા પોલીસે તેમની પૂછપરછ કરી તપાસતા તેઓની પાસેથી આશરે 75 કિલો ગાંજો મળી આવ્યો હતો. વિગત મુજબ ઉપરોકત 4.50 લાખની કિંમતનો ગાંજો અને ઉપરોક્ત પકડાયેલા ઈસમો જીતુ કાંતિભાઈ વસાવા (૩૦) (રહે,ભાથીજી મંદિર પાસે, સાહોલ,ભરૂચ) તેમજ અન્ય ઈસમ ચંદન મેવાલાલ માલી (૩૦) (રહે,મરોલી નાકા, અંધેરી વેસ્ટ મુંબઈ)ની ધરપકડ કરી ગાંજા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...