કતપોર ગામે આહિર સમાજ દ્વારા ખોડીયાર માતા મંદિરનાે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના શ્રી કેસરીયાજી આદિનાથ જીનાલયની 27મી વર્ષગાંઠ ઉજવાઈ

તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા

નવચંડી યજ્ઞમાં 96 નવદંપતિએ માતાજીની આસ્થા સાથે પુજાનો લાભ લીધો

સાંજે શ્રીફળ હવન બાદમાં મહા આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું

અંકલેશ્વર|  હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે શાળા પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે  14 મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ આતંકી હુમલામાં શહીદ થયેલા 42 જેટલા વીર જવાનો ને યાદ કરી હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે શાળા પરિવાર પ્રમુખ હરેશ પટેલ, પ્રાથમિક વિભાગ આચાર્ય નવીન પટેલ, આચાર્ય પ્રજ્ઞા બેન તથા શાળાના વિદ્યાર્થીઓએ મીણ બત્તી સળગાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં 

ભરૂચ| ભરૂચના કેસરીયા જીનાલયની 27મી વર્ષગાંઠના પ્રસંગે ધાર્મિક કાર્યક્રમનું આયોજન જૈન સમાજ દ્વારા કરાયુ હતુ. કાર્યક્રમમાં ભરૂચ તેમજ આસપાસના વિસ્તારના જૈન સમુદાયે ઉત્સાહભેર જોડાયા હતાં.આચાર્ય રાજ્યશસૂરીશ્વરજી, આચાર્ય રત્નયશસૂરીશ્વરજી, આચાર્ય વીતરાગ યશસૂરીશ્વરજી અને પૂ. વાચંયમાશ્રીજી ઉપસ્થિતીમાં સ્નાત્ર પૂજા, સત્તર ભેદી પૂજા અને ધ્વજા રોહણ અને ધ્વજાપૂજાનો ધાર્મિક
કાર્યક્રમ સંપન્ન થયો હતો.

તિલકવાડા| મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રાષ્ટ્રીય કક્ષાના ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ગાંધી વિચાર સંસ્કાર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાની તિલકવાડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના કુલ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નર્મદા જીલ્લામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી 4 ગોલ્ડ 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

_photocaption_ભરૂચ જીલ્લાના કતપોર ગામે સમસ્ત આહિર સમાજ દ્વારા ખોડીયાર માતાના પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરના જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો.*photocaption*

હાંસોટ | ભરૂચ જીલ્લાના હાંસોટમાં આવેલા કતપોર ગામે સમસ્ત આહિર સમાજ દ્વારા ખોડીયાર માતાના પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરના જીર્ણોદ્ધારનો કાર્યક્રમ યોજાયો હતો. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત આહીર સમાજ કંટારીયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિ દરમિયાન જાગરણ સાથે ભજન સત્સંગ અને બીજા દિવસે સવારે માતાજીના નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. જેમાં 96 નવદંપતિએ માતાજીની પુજાનો લાભ લીધો હતો. સાંજે શ્રીફળ હવન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યાર બાદમાં મહા આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઈઓ બહેનો તથા અન્ય જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

અથવા નીચેના સરનામે મોકલી અાપોે
| E-120,121 આર.કે.કાસ્ટા, સુપર માર્કેટની પાછળ, સ્ટેશન રોડ, ભરૂચ

¾ ભરૂચ, શનિવાર, 15 ફેબ્રુઆરી, 2020

2
અન્ય સમાચારો પણ છે...