તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામ|શનિ અને રવિવારે ખેરગામના સુપ્રસિધ્ધ ધરમપુરના રાજાએ બનાવેલ રામજી મંદિરનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ|શનિ અને રવિવારે ખેરગામના સુપ્રસિધ્ધ ધરમપુરના રાજાએ બનાવેલ રામજી મંદિરનો ગામ લોકોને વહીવટ અર્પણ કર્યાને સો વર્ષ પૂરા થાય છે. જે નિમિત્તે નવકુંડી રામ યજ્ઞ રવિવારે યોજાનાર છે. જેના માટે ધ્વજારોહણ કર્યું હતું. રામજી મંદિર સંકુલમાં મહારાજ કશ્યપભાઈ જાની દ્વારા ગણેશ પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. જે પૂજાના યજમાન પુષ્પાબેન અને રમેશ કુવાવાલા બન્યા હતા,જેમાં ફળિયાવાસીઓએ ભાગ લીધો હતો. શતાબ્દી મહોત્સવના પર્વ નિમિત્તે કામદાર નેતા આરસી પટેલ,કથાકાર પ્રફુલભાઈ શુક્લ, ધર્મચાર્ય પરભુદાદા,માજી પૂજારીના પુત્ર નરેશભાઈ રામાનંદી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...