તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખી જીવનની માસ્ટર કી પ્લાનિંગ છે: પદ્મદર્શનવિજયજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કામરેજ | 239 વર્ષ પ્રાચીન કઠોર જૈન તીર્થના શ્રી આદિશ્વર ભગવાન જૈનસંઘમાં પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા જણાવ્યુ હતું કે, સુખી જીવનની માસ્ટર કી પ્લાનિંગ છે. જે વ્યક્તિના જીવનમાં પ્લાનિંગ નથી તે વ્યક્તિ જીવનના પ્રત્યેક ક્ષેત્રે નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે તે સર્વ ક્ષેત્રે સિદ્ધિના સોપાનોને સર કરે છે.કોઈ પણ બ્સટ એન્જી સર્વ પ્રથમ જયાં મકાન બનાવવાનું હોય તેની ડિઝાઈન તૈયાર કરે છે. પછી જ કન્સ્ટ્રકશન શરૂ થાય છે.

તમારે જે ક્ષેત્રેમાં પ્રગતિ કરવી હોય તે ક્ષેત્રનું પ્લાનિંગ જરૂરી છે. શ્રમણ જીવન સ્વીકારાવું હોય તો શ્રવક જીવનમાં એનું પ્લાનિંગ શરૂ કરૂ દેવું પડે, સીધે સીધા વૈરાગ્ય થતાં દીક્ષા લઈ તો ન ચાલે. દીક્ષા જીવનમાં મારે શુ કરવાનું છે તેની વિચારણા પહેલેથી તમારી પાસે હોવા જોઈએ. શિક્ષણ જગતમાં આગળ વધવુ હોય તો પણ પ્લાનિંગ જરૂરી છે. સંપતિ કમાયા પછી પણ પ્લાનિંગ હોવું જોઈએ. આડેધડ ઈન્વેસ્ટમેન્ટ કર્યા કરો તો સંપતિ પણ હાથમાંથી જતી રહેશે અને કયાંક દેવાદાર બનીને ઉઠમણું કરવું પડશે.પ્લાનિંગમાં પણ તમારી સોચ જરૂરી છે.વગર વિચાર્યે કાંઈપણ કરશો તો પસ્તાવાનો દિવસો આવશે.40 જવાનોની શહીદી પછી મોટાભાગના લોકોનો એક જ સુર છે.બસ હવે એક જ વાત છે.પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. શત્રુઓને પરચો બતાવવો જોઈએ પણ એ પહેલા ઘણી બઘી વિચારણા કરવી જરૂરી છે.જયાં સુધી આપણી પગ નીચેની ઘરતી સ્થિર ન થાય ત્યાં સુધી જમ્પ મારવા જશો તો નુકશાન આપણને થઈ શકે છે. આંતકીઓએ એમનો એમ હુમલો કર્યો નથી.એ લોકો પ્લાનિંગ પ્રમાણે ચાલ્યા છે.જો પ્લાન પ્રમાણે ન હોત તો ગમે ત્યારે આપણા વીર જવાનોએ એ આંતકીને દબોચી લીધા હોત. આપણા જીવનમાં પણ પ્લાનિંગ જરૂરી છે. આઈ.એ.એમ, સી.એ અને સી.એસ જેવી ડિગ્રી એમની એમ મળી જતી નથી.રમત ગમતનુ ક્ષેત્ર હોય કે બોલિવુડ કે હોલિવુડનુ ક્ષેત્ર હોય સફળતા પ્રાપ્ત કરવા માટે પરફેકટ પ્લાનિંગ જરૂરી છે. બોર્ડની પરિક્ષા હોય કે યુનિવર્સીટીની પરિક્ષા હોય.જો તમે પ્લાનિંગ પ્રમાણે સ્ટડી કરી હશે તો સફળતાના શિખરો અવશ્ય સર કરી શકશો. આજનો માણસ પ્લાનિંગ પ્રમાણે ચાલતો નથી માટે જીવનમાં નિષ્ફળ જાય છે.અને તેથી જ ટેન્શન, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સા દિન પ્રતિદિન વધતા જાય છે. પ્લાનિંગ પ્રમાણે જીવન જીવનાર વ્યકતિના જીવનમાં સદા શાંતિ,સમાધિ અને પ્રસન્નતા જોવા મળે છે. પ્લાનિંગ વિના જીવન જીવનારા માટે જ ચાલો જીવી લઈએ એ પિક્ચર બનાવવું પડે છે.એ આપણા દેશનુ પરમ દુર્ભાગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો