તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા યૂથ કોંગ્રેસ,NSUI દ્વારા રાજપીપળામાં કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની દિકરી કાજલબેન નું અપહરણ કરી, સામૂહિક દુસ્કર્મ ગુજારી, ગળે ફાંસો આપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં પણ સામૂહિક દુસ્કર્મ થયો હોવાનું બહાર આવતા ગુનેગારો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે લોકો આ ગુનામાં સામેલ હોય તેને સજા થાય અને મૃતકને તથા તેના પરિવારને ન્યાય મળે તે માટે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ, NSUI દ્વારા કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ બાબતે યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ ચંદ્રેશ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. આટલી સજા અને વિરોધો વચ્ચે પણ બે ખોફ લોકો સગીરા, યુવતીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી રહ્યા છે. નરાધમોને સરકારની કોઈ બીક લગતી નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચારે કોર ભૂખ, ભય અને ભ્રસ્ટાચારે માઝા મૂકી છે. ત્યારે આ રૂપાણી સરકર ફેલ સરકાર સાબિત થઈ છે. હાલ જે મોડાસમાં થયેલ દુસ્કર્મ અને હત્યાને લઈને જેટલા પણ નરાધમો ગુનેગાર છે. તેમને કડક સજા થવી જોઈએ નહીંતો ઉગ્ર વિરોધ યુથ કોંગ્રેસ કરશે.

આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, ઉપ પ્રમુખ ચંદ્રેશ પરમાર, NSUIના મો‌ઈન શેખ, અમિત માલી, અજય વસાવા તથા અન્ય યુથ કોંગ્રેસ ટીમ હાજર રહીને કેન્ડલ માર્ચ કરી મૌન પાડ્યું હતું. મૃતકની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. સરકાર સામે પણ દેખાવો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહ્યાના આક્ષેપ કર્યા હતા. તમામ ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

મોડાસાની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ નર્મદા જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજાયી હતી. પ્રવીણ પટવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો