તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારે પાછળથી બાઇકને ટક્કર મારતા માર્ગ પર પટકાયેલા યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા બારડોલી રોડ પરથી મોટરસાઈકલ પર બે ઈસમો પસારથઈ રહ્યાં હતાં. ત્યારે એક ફોરવ્હીલ ગાડીના ચાલકે અડફેટમાં લેતા મોટરસાઈકલ ચાલકના માથા પરથી વ્હીલ ફેરવી દેતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલી રજની ડાઈગ મિલની સામે કડોદરા થી બારડોલી તરફ જતા રોડપર બુધવારની મોડી રાત્રી એક વાગ્યાના સુમારે રોડ પરથી પસાર થઈ રહેલી મોટરસાઇકલ (GJ - 5-HJ 937) પર સવાર પ્રવેશચંદ હરિશચંદ્ર દુબે ઉ.વ ૩૦ (રહે ૨૦૫ શ્રી નિવાસ સોસાયટી કડોદરા)ને પાછળના ભાગેથી પુર ઝડપે ગફલત રીતે ચાલી આવતી અજાણી લાલ કલરની કારે અડફેટે લેતા મોટર સાઇકલ ચાલક તેમજ સાથે સવાર રોડ પર પટકાયા હતા જે બને પૈકી મોટરસાઇકલ ચાલક પ્રેવશચંદ હરિશચંદ્ર દુબે ને માથાના ભાગેથી ગાડીનું વ્હિલ ફરી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...