તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિબંધ લેખનમાં કરંજની દીયા આહિર પ્રથમ ક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દીયાકુમારી મનહરભાઈ આહિરે બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળામાં યોજાયેલ ડૉ.વિક્રમ સારાભાઈના જીવનચરિત્ર આધારિત જિલ્લાકક્ષાની નિબંધલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા, ગામ તથા તાલુકાનું નામ રોશન કરેલ છે. કરંજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા પારૂલબેન પટેલ માર્ગદર્શિત આ વિદ્યાર્થિનીની સિદ્ધિ બદલ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...