Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂના દિવા ગામે HT લાઇનનો કરંટ લાગતા કપિરાજ ગંભીર
અંકલેશ્વર જુના દિવા ગામે કપિરાજ હાઇટેનશન લાઈન વીજ કરંટ લાગતા ગંભીર હાલતમાં વીજ થાંભલા જોડે પડ્યું હતું. ગંભીર રીતે ઘાયલ કપિરાજને જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. વન વિભાગે ઘાયલ કપિરાજ સારવાર આપી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથધરી હતી.
જુના દીવા ગામ ખાતે કપિરાજને હાઇટેનશન લાઈનનો કારણે લાગતા ગંભીર હાલતમાં વીજ થાંભલા પર લટકી પડ્યું હતું જે અંગે સ્થાનિક રહીશો દ્વારા જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરતા તરુણ રાણા તેમજ મોહિત રાણા સાથે ઘટના સ્થળે રેસ્ક્યુ માટે દોડી આવ્યા હતા જ્યાં કપિરાજને રેસ્ક્યુ કરી તેને પશુ ચિકિત્સાલય કેન્દ્ર ખાતે લઇ આવ્યા હતા તેમજ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ દોડી કપિરાજની સારવાર કરાવી તેને સાજો થતા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ આરંભી હતી
ઘાયલ કપિરાજને જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યું