તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ ભાજપ દ્વારા કમલ જ્યોત દીપ પ્રગટાવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકા ભાજપ દ્વારા નાંધઇ ગામેથી પસાર થયેલી ઔરંગા નદીના કિનારે સંધ્યાટાણે ભારત દેશનો નકશો બનાવી કમલ જ્યોતિ દીપ પ્રગટાવવાનો કાર્યક્રમ સંગઠનના પ્રમુખ ચુનીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. જેમાં મહામંત્રી શૈલેષ ટેલર, અનિલ પટેલ, પ્રશાંત પટેલ, તારાબેન ખાંડાવાલા, લીના અમદાવાદી, રશ્મિ ટેલર, ઈનચાર્જ સરપંચ ધાર્મિષ્ઠા ભરુચા સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો દ્વારા તાલુકાના 60 બુથ હોય દરેક બુથ માટે એક દીપ એમ કુલ 60 જેટલા દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. ભારતીય સેના દ્વારા પીઓકે ઉપર કરાયેલી એર સ્ટ્રાઈકની ઉજવણીના ભાગરૂપે કાર્યકરોએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મૌન વ્રત ધારણ કરી ભારત દેશના શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ હતી. લોકોમાં જાગૃતતા આવે અને અંધકાર દૂર થાય તેમ માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો