તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબા રેલવે ઓવરબ્રિજનું ભંગાણ રિપેર કર્યા બાદ પણ આડશ ન ખસેડાતા હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટેટ હાઈવે દ્વારા પુલની મરામત કર્યા બાદ અઠવાડિયા કરતાં વધુ સમય વિતી ગયા હોવા છતાં કામગીરી દરમિયાન મુકેલ આડાશને આજદિન સુધી યથાવત રહી છે. તેમજ રિપેરિંગ કામ કર્યા બાદ તેની જાળવણી કે દેખરેખ રાખવાની તસ્દી લેવામાં આવી નથી તેમજ કોઈ અધિકારીએ પણ આ અંગે ધ્યાન ન રાખતાં હવે જોવું રહ્યું કે આ રિપેરિંગ કેટલા સમય ટકશે. કોસંબા તરસાડીની વચ્ચેથી પસાર થતી પશ્ચિમ રેલવે પર બનેલ રેલવે ઓવરબ્રિજ ત્રણથી ચાર વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થયો હતો. જેમાં પુલની બે છેડાને જોડતા જોઈન્ટમાં મસમોટું ગાબડું પડ્યું હતું. ગાબડા પડ્યાના દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયા બાદ માંડવી ડિવિઝન દ્વારા વાહનચાલકોની સલામતી માટે ભંગાણવાળી જગ્યા પર આડાશ મૂક્યું હતું. ભંગાણની મરામત આઠ દશ દિવસ પહેલા કરવામાં આવી હતી. રિપેરિંગ બાદ કોંક્રિટમાં થયેલી મરામતની પાણીનો છંટકાવ કરી મજબૂતાઈ વધારવા માટે કરવામાં આવે છે. પંરતુ સ્ટેટ હાઈવેના બેદરકાર અધિકારીએ કોઈપણ જાતનું ધ્યાન આપ્યું નથી. આજરોજ 10 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં તેની ઉપર એક પણ ટીપુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નથી.

કોસંબા રેલવો ઓવરબ્રીજ પર રિપેરિંગ બાદ આડાશ યથાવત

અન્ય સમાચારો પણ છે...