કલગામ રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલગામ ગામ ખાતે કોસ્ટલ હાઇવે નજીક કલગામ હનુમાન મંદિર આવેલું છે.જે મંદિરની સામે રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં 11મી ફેબ્રુઆરીએ સવારે 8 કલાકે છાયા મંડપ પૂજન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બપોરે 2.30 કલાકે દેવતાં પૂજન થયું હતું.12મી ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે રથ યાત્રા નીકળી હતી. જ્યારે 13મી ફેબ્રુઆરીએ સવારે 11 થી 12 કલાકે મૂર્તિ સ્થાપન, બપોરે 12 થી 1.30 કલાકે પ્રતિષ્ઠા,1.30 કલાકે મહાપ્રસાદનું આયજન કર્યું હતું. મંત્રી રમણલાલ પાટકરે મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માં ભાગ લઈ,ભગવાન ના દર્શન કર્યા હતા.તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ સહિત ભક્તોજનો જોડાયા હતા. મંદિરમાં સાંજે 6.30 કલાકે રામ મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરાશે.ભાવિક ભક્તો જનોને મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...