તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડ 4 રસ્તા પર કાળમુખી ટેન્કરે ઇનમા ગામના યુવકને કચડી માર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડ ચાર રસ્તા પર કાળમુખી ટેન્કરે ઇનમા ગામના યુવાનને અડફેટે લેતાં યુવાન ટેન્કરના ટાયર નીચે આવી જવાને કારણે શરીર ચગદાઈ જતાં બાઇક સવાર યુવાનનું કરૂણ મોત નિપજ્યું.

વાલોડ -વેડછી સર્કલ પર સોમવારે સાજે 5:45 કલાકે બુહારી તરફ જતાં રસ્તા પર મોટર સાઇકલ ચાલક નામે ગોરધનભાઈ ભીખુભાઇ ગામિત (રહે ગામીતફળીયુ,ઇનમા, તા.વાલોડ)નાઓ પોતાની મોટરસાયકલ બજાજ ડીસ્કવર નંબર (GJ- 26 D -9409) પર લગ્ન પ્રસંગે ગડત ખાતે તેમની પત્નીને લેવા જતાં હતા. ત્યારે વાલોડનો વેડછી સૅકલ પસાર કરી બુહારી તરફ હજી આગળ વધે તે પહેલાં પાછળથી આવતાં મહિન્દ્રા કંપનીનો બ્લાઝો 31 ટેન્કર કે જે હજીરાથી નીકળી ગોલણ એચ.આઇ.સી.એલ. કંપનીમાં લુઝ સીમેન્ટની ડીલીવરી આપવા જઈ રહયો હતો. ત્યારે ટેન્કર નંબર (GJ -05 BX -6625) ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કલીનર સાઇડ પર પાછળનાં ટાયરમાં અડફેટે લેતાં બાઇક બજાજ ડીસ્કવર એક તરફ જઇ પડી હતી, અને ગોરધનભાઈને પાછળના ટાયરમાં આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ઉપજાવે તેવું મોત થયું હતું.

વાલોડ સૅકલ પર અકસ્માત થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ટેન્કર ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. ગોરધનભાઇ પોતાની પાછળ વૃધ્ધ માતાપિતા, પત્નિ એક છોકરી અને એક છોકરાને મુકી અકસ્માત થતાં મરણ પામ્યાં છે.બનાવ અંગે ફરિયાદ મરણ જનારના પિતા ભીખુભાઇ સીતારામભાઇ ગામીતે વાલોડ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો