કાકાભાઈએ બોગસ દત્તક વિધાન લખાવી 3 બહેનનોની જમીન વેચી મારતા ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસ દત્તક વિધાન લખાવી દેરોદ ગામની જમીન વેચી નાખનારા કાકાભાઈઓ સામે બહેને કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બારડોલી તાલુકાના ટીંબરવા ગામે નુતનબેન વિજયભાઈ પટેલ રહે છે. નુતનબેનનુ પિયર કામરેજ તાલુકાના દેરોદ ગામે આવેલુ છે. દેરાદ ગામે નવા બ્લોક નંબર 72,99,100 અને 154 તથા ખોલ્શ્વર ગામે બ્લોક નંબર 61,50,55ની જમીન દાદા અયાઈદાસ ભીખાભાઈ પટેલના નામે ચાલી આવેલી હતી. દાદાનુ અવસાન થતા તેમના સીઘી લીટીના વારસદાર ગોરઘનભાઈ અમાઈદાસ પટેલ, મગનભાઈ અમાઈદાસ પટેલ તેમજ ઝવેરભાઈ અમાઈદાસ પટેલના નામો દાખલ થયા હતા. જેમાં મગનભાઈના બે સંતાન મુકુદભાઈ અને સતીશભાઈએ નુતનબહેનને પિતાનુ અવસાન થઈ ગયા બાદ 2014માં સંયુક્ત માલિકીની જમીન વાળી ખોલેશ્વરની જમીનમાં કાકા ના પુત્ર મુકુદભાઈએ દત્તક વિઘાન લેખના આઘારે દતક પુત્ર તરીકે પોતાનુ નામ તથા તથા માતા ગંગાબહેનનુ નામ વારસાઈ નોંધ દાખલ કરાવી દીઘુ હતુ. પરંતુ ઝવેરભાઈને ત્રણ પુત્રીઓના નામ ન દાખલ કરાવી ખોટુ બનાવટી બોગસ પેઢીનામુ અને બોગસ દત્તક વિઘાનના લેખના મુકુદભાઈ નોંધ કરાવી દીઘી હતી. નુતનબહેન તથા તેમની બે બહેનો ના નામ દાખલ ન થાય તે માટે માતા ગંગાબેનની જમીનનો હકક હિસ્સો ઉઠાવી લીઘો હતો. તથા પુત્રએ મળીને જમીન વેચી દીધી હતી. આમ મુકુદભાઈ, સતીશભાઈ તેમજ રંજનબેન મનહરભાઈ પટેલ અને આશાબેન ગોરઘનભાઈ પટેલ તમામ રહે-દેરોદ જમીનોમાં હકહિસ્સો પચાવી પાડવાના બનાવી બોગસ હકક હિસ્સો ઉઠાવી લેવાનો કરાર તેમજ ત્રણ બહેનોની માતા મરણ બાદ ખોટો અંગુઠાનુ નિશાન કરી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરતા કામરેજ પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...