તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરા પાસે હાઇવે પર પુરપાટ ચાલતી કાર અચાનક ભડકે બળી, 2નો બચાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડોદરા ખાતેથી કામ પતાવી પોતાના ઘરે જતી વખતે કડોદરા જી.આઈ ડી.સી પોલીસ મથકની સામે જ ચાલતી કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જોકે સદનસીબે ડ્રાઈવર સહિતના બે મિત્રોએ સાવચેતીથી કારમાંથી બહાર આવી જતા બચાવ થયો હતો.

પલસાણા તાલુકાના પારડી પાતા ગામે આહીર ફળિયામાં રહેતા મિહિરભાઈ કિરણ ભાઈ આહીર(૨૩) અને તેમના મિત્ર યસ પટેલ બને કડોદરા ખાતે પોતાના કામ અર્થે પોતાની વેગેનાર કાર GJ 21 AA 1476 આવ્યા હતા. રાત્રીના ૯.૩૦ વાગ્યાના અરસામાં તેઓ અમદાવાદ થી મુંબઈ તરફ જતા હાઇવે ન.48 પર કડોદરા જી.આઈ ડી.સી મથકની સામેથી પસાર થતી વખતે તેમની કારમાં ડેસ્કબોર્ડના નીચેના ભાગે સૉર્ટ સર્કિટ થતા એકાએક આગ ફાટી નીકળી હતી. જેથી સમય સુચકતા વાપરી મિહિર ભાઈ તેમજ તેમના મિત્ર કારની બહાર આવી ગયા, અને કારમાં લાગેલી આગને ઓલવવા માટેના પ્રયાસ કરવા લાગ્યા પરંતુ જોતજોતામાં આખી કાર ભડકે બળવા લાગી જેથી નજીકના પી.એ.પી.એલ વિભાગની ફાયર સ્ટેશનમાં સંપર્ક કરતા ઘટના સ્થળે ફાયર ફાઇટ આવી આગને કાબુમાં લીધી હતી.

ચલથાણ ખાતે કારમાં લાગેલી આગ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો