12 સાયન્સમાં કડોદ હાઇસ્કૂલ વિધાર્થીઓ ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | ધી કડોદ હાઇસ્કૂલ ખાતે ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની માર્ચ ૨૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં ત્રણ વિધાર્થીઓ ઉચ્ચ ટકા મેળવેની ઉતીર્ણ થયા છે. જેમાં પ્રથમ ક્રમે પટેલ સચીન એમ. ૭૨.૭૧ ટકા, બીજા ક્રમે પટેલ વિશાલ જી. ૭૦.૪૬ ટકા , અને તૃતીય ક્રમે મિસ્ત્રી રિધ્ધિ વાય. ૬૨.૧૫ ટકા. આ ત્રણે વિધાર્થીઓએ શાળાનું ગૌરવ વધારતા આચાર્ય હેમંતભાઈ જી. મિસ્ત્રીએ પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. ધી કડોદ વિભાગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ જે. પટેલ, મંત્રી પ્રતાપસિંહ વી. દેસાઈ, સહમંત્રીશ્રી ઘનશ્યામભાઈ ગાંધી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...