તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેડીયાપાડાની હોમગાર્ડની કબડ્ડીની ટીમ ચિખલી ખાતે આયોજિત સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતમાં ચેમ્પિયન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડેડીયાપાડાની હોમગાર્ડ ટીમ દક્ષિણ ગજરાત નવસારીના ચિખલી ગામે એમઆરદેસાઈ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કબડ્ડી, લાંબી કૂદ ગોળાફેંક, રસ્સાખેંચ વોલી બોલ 100 મીટર દોડ 800 મીટર દોડ રાખવામાં આવી હતી જેમાં દેડિયાપાડા હોમગાર્ડ ટીમ દ્વારા કબડ્ડીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નંબર લાવી જિલ્લાનું નામ દક્ષિણ ઝોનેમાં રોશન કાર્ય હતું. આ ટીમને માર્ગદર્શન હરનીશ હોમગાર્ડ કમાન્ડર દ્વારા આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર SRICT કોલેજના વિદ્યાર્થીઓ ઝળકીયા
શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટઓફ કેમિકલ ટેકનોલોજી -SRICT કોલેજનાચાર વિધાર્થીઓ તેજસ ચૌહાણ, યશ ગોએલ, કાજલપટેલ અને ઉપાસના લીમ્બાચીયાને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી દ્વારા યોજાયેલ નવમાં પદવીદાન સંભારંભમાં ‘સુવર્ણ ચંદ્રક GOLD MEDAL’ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત મુખ્યમંત્રી-વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને યુનીવર્સીટીના ઉપકુલપતિ પ્રોફે. નવીનભાઈ શેઠ દ્વારા એનાયત કરાયા હતા. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીમાં પોતાના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું . સંસ્થાના ચાર વિધાર્થીઓને યુનીવર્સીટી દ્વારા ગોલ્ડ મેડલમળવા થી સંસ્થાના અભ્યાસ કરતા વિધાર્થીઓ, અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોમાં ગર્વનો અનુભવ થયો હતો અને તેની સાથે સંસ્થામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ભરૂચના ચાવજ ગામે મેર પરિવાર દ્વારા પંચમુખી હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
ચાવજ ગામે મેર પરિવાર દ્વારા ગામમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ૮ થી 14 જાન્યુઆરી સુધી બપોરે 2 થી 5 કલાક સુધી કથાનું આયોજન કર્યું છે.જેમાં કથાના વક્તા લલિત પ્રસાદ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથાના પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો ભગવાનનું વેશભૂષા ધારણ કરી સુંદર તૈયાર થઈને ભગવાને કરેલી લીલાઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કથામાં ખાસ અંકલેશ્વર માલધારી સમાજના આગેવાન રામુ ભરવાડ તથા આહિર સમાજના વડીલ મગન આહિર અને આહિર સમાજના સહકારી આગેવાન સુરેશ આહિર અને રબારી સમાજના આગેવાન ગોવિંદ રબારી,વડીલ તોગા ભરવાડ તથા તેમના પુત્ર ઝીણા ભરવાડ હાજર રહ્યા હતા.

અંકલેશ્વર ખાતે બ્રહ્મ સમાજનું વાર્ષિક સંમેલન યોજાયું
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ મોદી સમાજની વાડી ખાતે રવિવારે બ્રહ્મ સમાજ નું વાર્ષિક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સવારથી સાંજ દરમિયાન વિષ્ણુ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સજોદના કથાકાર વિનોદ ભટ્ટ, બ્રહ્મ સમાજના અંકલેશ્વરના અગ્રણી હરીશ જોષી, રેણુકાબેન રાવલ, ભુપેન્દ્ર જાની, કૌશલ ગોસ્વામી ઉપરાંત સિદ્ધરુદ્ર બ્રાહ્મણ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ બરોડા બ્રહ્મસમાજના પ્રમુખ ઈશ્વરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા સુરતની સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠકે શુભેચ્છા સંદેશ મારફત સમાજને અભિનંદન પાઠવ્યા હતા. સંમેલનમાં રેણુકાબેન રાવલે પોતાના તરફથી સમાજની પાંચ વિધવા બહેનોને દર મહિને 500 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમના આ પ્રશંસનીય કાર્યને ઉપસ્થિત તમામ બ્રહ્મસમાજના સભ્યો તેમજ આગેવાનોએ વધાવી લીધું હતું.

ભરૂચની જીએનએફસી નર્મદા વિદ્યાલયની ફૂટબોલની ટીમ બીજા ક્રમે વિજેતા રહી
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર એકેડમી દ્વારા 8એ-સાઈડ અંડર 18 ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 10 થી વધારે ફૂટબોલ ટીમોએ ભાગ લીધો હતો. સદર ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચ સંસ્કાર એકેડમી અને જીએનએફસી નર્મદા વિદ્યાલય વચ્ચે રમાઈ હતી.જેમાં સંસ્કાર એકેડમીનો 2 ગોલથી વિજય થયો હતો. જ્યારે જીએનએફસી નર્મદા વિદ્યાલયની ટીમે બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જીએનએફસી નર્મદા વિદ્યાલયના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

ઠીકરીયામાં શાળાના વિધાર્થીઓને યુનિફોર્મ વિતરણ
ભરૂચ તાલુકાના ઠીકરીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પિતાનું સ્વપ્ન હોય 36 જેટલા બાળકોને યુનિફોર્મનું વિતરણ ઓબીસી સમર્થન સમિતિના જગદીશ.વી. પાટણવાડીયાના હસ્તે કરાયું હતું. તેમના પિતા મયુર પાટણવાડીયા શિક્ષક હતા અને તેમનું 81 વર્ષની આયુએ થયેલા અવસાન બાદ તેમની ઉંમર જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ તેમણે પૂરો કર્યો છે.તેમની ઈચ્છા પ્રમાણે સોમવારના રોજ ઠીકરીયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કર્યું હતું.

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ એકેડમી ખાતે સ્વામી વિવેકાનંદ જંયતીની ઉજવણી કરાઈ
અંકલેશ્વર દિવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ એકેડમી સી.બી.એસ.સી ખાતે સ્વામી વિવેકાનંદ જંયતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત શિક્ષક ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો ડવડવારા સ્વામી વિવેકાનંદના ગીતો, નાટકો અને તેમજ વેશભૂષા સહીત કૃતિઓ રજુ કરી હતી તો મહેમાન દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રનો પરિચય આપ્યો હતો શાળા આચાર્ય કુસુમાં બેન જોષી દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આમોદના કેરવાડાના પુસ્તકાલયમાં કાર્યક્રમ યોજાયો
આમોદ તાલુકાના કેરવાડા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કુંજોંત્સવ -””પુસ્તક વાંચો, સારાંશ લખો “”સ્પર્ધા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો યોગેશ કોઠારીના સંયોજનમાં યોજાઈ હતી.જેમાં 23 વાચકોએ ભાગ લઇ સ્વચ્છતા, પર્યાવરણ, પ્રામાણિકતા, ઈમાનદારી, મિત્રતા, મહેનત જેવા વિશષયો ના પુસ્તકો વાંચીને એમાંથી શું શીખવા મળ્યું એ વિશે પોતાના વિચારો ઉત્તરપોથીમાં ટપકાવ્યા હતા.75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને કેરવાડા પુસ્તકાલયને પુસ્તકો ભેટ આપ્યા છે તેઓને “”કુંજોંત્સવ “”નિમિતે અર્પણ થયો હતો.આ પ્રસંગે ડીઈઓ નવનીત મહેતા,મ.ગ્રંથાલય નિયામક જે.કે.ચૌધરી, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા,ખેડૂત આગેવાન બદ્રીભાઈ જોશી હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો