તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.જે.મહેતા અને બ્રાઈટ સ્ટાર ઈન્ટ. સ્કૂલમાં આનંદ મેળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | વિદ્યાર્થીઓમાં વાણિજ્ય વિષયક વ્યવહારની સમજ કેળવાય એ હેતુથી ફ્રેન્ડ્સ ન્યૂ ઇગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ , બીલીમોરા સંચાલિત જે.જે.મહેતો સાર્વજનિક હાઇસ્કૂલ અને બ્રાઈટ સ્ટાર ઈન્ટરનેશનલ સ્કૂલના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શનિવારે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌતમભાઈ ઠક્કર (ડાયરેક્ટર ઓફ રીયલ ડ્રીમ્સ વિઝા એન્ડ ઈમીગ્રેશન) મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા તથા ટ્રસ્ટના પ્રમુખ પ્રા.બી.એચ. પટેલ, માનદ મંત્રી મગનભાઈ પટેલ, ખજાનચી મુકેશભાઈ મહેતા, ટ્રસ્ટી નીનાબેન, ટ્રસ્ટી નરેશભાઈ નેમાણી, સમાજસેવા સંસ્થાના હોદ્દેદારો, શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્નેહીજનો, આચાર્ય પંકજભાઈ પટેલ, પ્રાથમિકના આચાર્ય રાજેશભાઈ પવાર, બ્રાઈટ સ્ટાર ઈન્ટરનેશનલ સ્કુલના ઇન આચાર્યા રૂપાલીબેન દેસાઈ, શિક્ષકગણ અને વાલીમિત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આનંદ મેળામાં 28 વાનગીઓના સ્ટોલનું વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું તેમજ પધારેલ અતિથિઓ અને વાલી મિત્રોએ વિવિધ પ્રકારની વાનગી આરોગી આનંદ મેળાનો લહાવો લીધો હતો. સુગમ સંગીતના તાલ સાથે અંતે ગરબાની રમઝટ માણવામાં આવી હતી. આનંદ મેળાના અંતે લક્કી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો