તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંબુસર પાલિકાની છ સમિતિના ચેરમેનોના અસંતોષથી રાજીનામા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંબુસર નગર પાલિકામાં સમિતિઓની રચનામાં વ્હાલા દવલાની નિતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે છ સમિતિના ચેરમેનોએ રાજીનામા ધરી દેતાં રાજકીય ભુકંપ આવ્યો છે. આ છ સભ્યોની નારાજગી દુર નહિ થાય તો પાલિકામાં ભાજપને સત્તામાંથી હાથ ધોવા પડે તેવા સંજોગો છે.

જંબુસર નગરપાલિકાની સામાન્યસભા બુધવારના રોજ મળી હતી. જેમાં જુદા જુદા કામોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યાં હતાં. સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા શાસકો સમક્ષ અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. નગરપાલિકાની જુદી જુદી સમિતિઓમાં થયેલ ચેરમેનોની નિયુક્તિ બાદ પોતાના સાથે અન્યાય થયો હોવાની બૂમ સાથે સત્તાધારી પાર્ટીના છ જેટલા સભ્યોએ ચેરમેન પદેથી રાજીનામા આપી દેતાં રાજકીય માહોલ ગરમાયો હતો. રાજીનામા આપનારા સભ્યોમાં મનન પટેલ, રાજેશ પટેલ, મહેશ પટેલ, દિનેશ વસાવા, વિશાલ પટેલ તથા જાગૃતિબેન પટેલનો સમાવેશ થાય છે.સમિતિઓની રચનામાં વ્હાલા દવલાની નિતિનો આક્ષેપ તેઓ કરી રહયાં છે. આ છ સભ્યોની નારાજગી દુર નહિ થાય તો પાલિકામાં ભાજપને સત્તામાંથી હાથ ધોવા પડે તેવા સંજોગો છે.

જંબુસર નગર પાલિકામાં સમિતિઓની રચનામાં વ્હાલા દવલાની નિતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે છ સમિતિના ચેરમેનોએ રાજીનામા આપી દીધાં છે. તસવીર : પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો