તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાઠકવાડીથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
૧લી, મેથી ૩૧મી, મે દરમિયાન હાથ ધરવામાં આવેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાન કાર્યક્રમમાં ગુજરાતમાં થયેલી સારી કામગીરીની નોંધ લઇ ભારત સરકારના જળસંસાધન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરીનો દ્વિતીય કક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતે સમગ્ર દેશને દિશા ચીંધે એવી જળસંચય અને જળવ્યવસ્થાપન માટેની સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે એમ રાજયના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.

તાપી જિલ્લાના ડૉલવણ તાલુકાના પાઠકવાડી ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પરમારે જણાવ્યું હતું કે, આગામી પચાસ વર્ષ સુધી ભાવિ પેઢીને પાણીની કોઇ તકલીફ ન પડે એ પ્રકારની જળસંચય અને જળવ્યવસ્થાપનની કામગીરી રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા માટેના આ મહાયજ્ઞમાં સમાજના તમામ વર્ગો જોડાય એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન કરવામાં આવનારી કામગીરી અંગે વિગતે ચિતાર રજૂ કરી તાપી જિલ્લામાં રૂા. ૧૨૯૨.૪૦ લાખના ખર્ચે ૩૬૦ કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

લોકભાગીદારી અને સરકારના સરાહનીય પ્રયાસોને કારણે તાપી જિલ્લાએ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી છે એમ જણાવી કલેકટર આર.એસ.નિનામાએ ગત વર્ષે તાપી જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન દરમિયાન થયેલી કામગીરીને બિરદાવી હતી. આ વર્ષે પણ તાપી જિલ્લામાં જળસંચય અભિયાન દરમિયાન નાગરિકોના સાથ સહકારથી ખૂબ સારી કામગીરી થાય એ માટે લોકસહયોગની તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, ડૉલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઇ ગામીત, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, અગ્રણી રાજેન્દ્રસિંહ કુંવર, ગામના સરપંચ વિજયભાઇ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જળસંચયની શરૂઆત કરાવતાં મંત્રી ઈશ્વરભાઈ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો