તાપી જિલ્લામાં ઠેરઠેર જય શ્રી રામ જાપ યજ્ઞ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | તાપી જિલ્લાના વાલોડ, સોનગઢ, ડોલવણ વ્યારા સહિતના તમામ તાલુકાના ગામોમાં આજે ચૈત્ર સુદ એકમ એટલે કે ચૈત્રી નવરાત્રી તારીખ: 6-4-2019ને શનિવારના રોજ નવરાત્રી પ્રારંભની વહેલી સવારે સૂર્યોદયથી દોઢ કલાક સુધી સિદ્ધયોગ હોય શ્રીરામ મંદિર નિર્માણ હેતુ શ્રી રામ જયરામ જય જય રામ નામની 13 માળાનો જાપ સવારે 6.40 થી 8.20 સમયમાં દમિયાન દરેક ગામમાં નજીકના મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તો હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા. ભારત ભુમિમાં રામમંદિરના નિર્માણ કાર્યમાં આવતા વિઘ્નો દૂર કરવા માટે કરવા માટે જયશ્રીરામ જાપયજ્ઞમાં શ્રી રામ નામ જાપ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશી અને તાપી જિલ્લાના કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ શ્રી રામ જય રામ જય જય રામ\\\" ની રામધૂન કરીએ પવિત્ર કાર્ય અર્થે આપણા વર્ષો જુના સંકલ્પને સિધ્ધ કરવા માટે ઘેર,મઠ,મંદિર,સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો પર કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...