Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જે. એમ.પટેલ શાળામાં ઈનામ વિતરણ
બારડોલી | 11મી જાન્યુઆરીના રોજ નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં સમારંભના પ્રમુખ જિજ્ઞાબહેન પરમાર (બારડોલી મામલતદાર) તથા સમારંભના પ્રમુખ મહેમાન તરીકે નિરંજનભાઈ આઈ પટેલ, રણછોડભાઈ લખા, દિપકભાઈ જી. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનોનું સ્વાગત આચાર્ય કે. એચ. પાટીદારે કર્યુ હતું. ત્યારબાદ ચાલુ વર્ષના દરેક વિભાગમાંથી આદર્શ વિદ્યાર્થીની પસંદગી કરી તેમને સન્માનીત કરવામાં આવ્યા હતાં. તથા જુ.કે.જીથી ધોરણ 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રોફિ આપી સન્માનીત કર્યા હતાં. મહેમાનો પૈકી જિજ્ઞાબહેન પરમાર અને રણછોડભાઈ લખા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં મંડળના મંત્રી બાબુભાઈ એમ. પટેલની પ્રગતિના અહેવાલ અને આભારવિધી સંપન્ન કરી હતી.અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમનું સમાપન કર્યુ હતું.