તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘલા દુધ મંડળીમાં કસ્ટોડિયલની નિમણૂક કરવાનો ઠરાવ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘલા ગામે આવેલી દુઘ ઉત્પાદક મંડળીની વાર્ષિક સાઘારણ સભા એક માસ અગાઉ યોજાઈ હતી.પરંતુ પ્રમુખ સહિત તમામ વ્યવસ્થાપક કમિતિ સભ્યો દ્રારા હિસાબમાં ગેર વહિવટ જણાતા ભારે ઉહાપોહ થયો હતો.બાદ એક માસ બાદ ઓડીટ કરાવી ફરી સામાન્ય બોલાવવા માટેનો ઠરાવ કર્યા બાદ પણ રવિવારના રોજ મળેલી સભામાં પણ હિસાબ રજુ ન કરતા આખારે કસ્ટોડીયલની નિમણુંક કરવા ઠરાવ કરાયો છે.

કામરેજ તાલુકાના ઘલા ગામે આવેલી ઘલા દુઘ ઉત્પાદક સકારી મંડળી વર્ષ1975 માં નોંઘણી કરવામાં આવી હતી.આ મંડળીમાં કુલ્લે 457 સભાસદો છે.મંડળીની સભા તા 29-8-19ને ગુરુવારના રોજ યોજાઈ હતી.જેમાં 42મો વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ખામીઓ અને ઉચાપત ઘ્યાનમાં આવતા હિસાબોને ના મંજુર કરવામાં આવી હતી.મંડળીના પ્રમુ,મંત્રી અને વ્યવસ્થાપક કમિતિના સભ્યો સભાસદો દ્રારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબ ન આપતા અને હિસાબો ઓડીટ ન કરવાતા ભારે ઉહાપોહ થવા પામ્યો હતો.ઉહાપોહ થતા ઓડીટ કરવા બાબતનો ઠરાવ કરાયો હતો.ગામના સભાસદ મેહુલભાઈ પટેલ,પાંચ કમિતિ સભ્યોતેમજ અન્ય 200 જેટલા સભાસદો દ્રારા જીલ્લા રજીસ્ટ્રાર,સુમુલ ડેરી તેમજ ઓડીટર મીલ્કને ફરિયાદ કરાઇ હતી.એક માસ બાદ રવિવારના રોજ ફરી સાઘારણ સભા યોજાઈ હતી.જેમાં માં પણ ઓડીટનો હિસાબ રજુ ન કરતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી.ઠરાવ કરીને કસ્ટોડીયલની નિમણુંક કરવા માટેસર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.વઘુમાં સમુલુ દ્રારા તપાસ કરવામાં આવતા ઉચાપત થઈ હોવાનુ બહાર પ્રાથમિક તબકકે લાગતા જીલ્લા સુમુલએ જીલ્લા રજીસ્ટારને રીપોર્ટ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...