તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્ષમતા કરતા વધુ લોકો બેસાડાતાં હોડી પલટી ગઇ હોવાનું તારણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

10મી માર્ચે ધૂળેટીના દિવસે ઉચ્છલ તાલુકાના ભીતખુર્દ-વણઝાર ગામે તાપી નદીના ઉકાઈ જળાશયમાં હોડી પલટી મારી જવાના બનાવમાં એક હોડીમાં ક્ષમતા કરતા વધારે સભ્યો બેઠા હોય, જેના કારણે ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હોડીમાં 13 લોકોને બેસાડવાની બાબત ગંભીર બેદરકારી કહી શકાય. આ ઘટનામા વહીવટીતંત્ર પરિવારના 7 સભ્યોના મોતની ઘટનામાં કાયદાકીય તપાસ કરવી જરૂરી હોવાનું લોકોનું માનવું છે.

ઉચ્છલ તાલુકાના સુદરપુર ગામના 10 સભ્યો અને અન્ય સ્થાનિક મળી ઓછી કેપીસીટી ધરાવતી હોડીમાં 13 સભ્યોને બેસાડી

...અનુસંધાન પાના નં. 2

ઘટનાને લઇ ભીતખુર્દમાં હોળી પણ નહોતી પ્રગટાવાઇ

હોડી ડૂબી જતાં એક જ ગામના 7ના મોત નીપજ્યાં હતાં

ગામમાં ધુળેટીના દિવસે હોળી ન પ્રગટાવાય

ભીતખુર્દ ગામે દર વર્ષે હોળી ધૂળેટીના દિવસે પ્રગટાવવાનો રિવાજ છે. પરંતુ ધૂળેટીના દિવસે ભીતખુર્દ-વણઝારી ગામે હોડી ડૂબી જવાથી સાતના મોત નીપજયા હતા. જેના કારણે ગતરોજ હોળી પ્રગટાવાય ન હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો