તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું માટી, બધા જીવોને દૂષિત કરવા માટે કારણરૂપ છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકતમ ઉપજ આપતી જાતિઓને કારણે, વધુ પડતો ખાતરોનો ઉપયોગ, પાણીનો અવૈજ્ઞાનિક ઉપયોગ અને એકલ પાક લેવાની પદ્ધતિએ માટીમાં રહેલી શક્તિ અને પોષકમૂલ્ય ગુમાવ્યું છે. હાલ જંતુનાશકો અને અન્ય રસાયણોના અવૈજ્ઞાનિક ઉપયોગોને ખેતર વિસ્તારમાં ઉપયોગમાં લેવાને કારણે માટીના સ્વાસ્થ્યને બગાડ્યું છે.

વૈજ્ઞાનિક સલાહ
માટીના નબળા સ્વાસ્થ્યનું કારણ
રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગને કારણે જમીનમાં ક્ષારતત્વના પ્રમાણમાં ભરાવો થાય છે. આ સ્થિતિ શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં વધુ ખરાબ હોય શકે છે. ક્ષારતત્વ વધે તો માટી અમ્લયુક્ત બને છે.

ખાતરોના ચોક્કસ જથ્થાનો ઉપયોગ થવાને લીધે જમીનમાં ક્ષારની ઘનતામાં વધારો થાય છે જેને પરિણામે બીજની અંકુરણ થવાની પ્રક્રિયા રૂંધાય છે.

મૂળિયામાં પાણી અને પોષક્તત્વોને શોષવાની શક્તિ ઘટવાને કારણે પાકના વિકાસ પર અસર થાય છે.

રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી નીંદામણના ઘાસમાં વધારો થાય છે.

પ્રારંભિક તબક્કામાં, પાક અનાજના દાણા પરની પકડ ગુમાવે છે અને નબળા બની જાય છે.

નાઇટ્રોજનયુક્ત ખાતરના વપરાશને લીધે રોગો થવાની અને જંતુઓના હુમલાની સંભાવના વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...