તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંગોરીયા ડેમના પાણીથી પહેલાં 300 હેકટરમાં સિંચાઈ થતી, હવે 90માં ફાંફાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેત્રંગ તાલુકાના કવચીયા ગામે ભાંગોરીયા જળાશય યોજના અંતર્ગત નાની સિંચાઈનો ડેમ આવેલો છે. જેમાંથી પાણી લઈ ખેડૂતોને આશરે 300 હેકટરમાં શિયાળુ-ઉનાળુ સિઝનમાં પિયત કરતા. આ વર્ષે માત્ર 90 હેકટરમાં પિયત કરવામાં આવી હતી જે પણ મુશ્કેલ બની રહી છે. ભાંગોરિયા ડેમનો કૂવો- દરવાજો તૂટતાં લાખો ગેલન પાણીનો વ્યય થઈ રહ્યો છે.

ભાંગોરિયા ડેમની નહેરમાંથી ભાંગોરીયા, કવચીયા, મુંડાઘાટ, નવી જામુની, જૂની જામુની,ગુંદીયા ,પેટીયા અને રાજપરા ગામના ખેડૂતો સિંચાઈનું પાણી મેળવે છે. જેનું સંચાલન જિલ્લા પંચાયત ભરૂચના સિંચાઈ વિભાગ અને જૂની જામુની સિંચાઈ મંડળી દ્વારા કરવામાં આવે છે. નહેરનો કૂવો અને નહેરમાં પાણી છોડવાનો દરવાજો ત્રણ વર્ષથી તૂટી ગયો હોવાથી ડેમમાં સંગ્રહ કરેલું પાણી વહી ગયું છે. જેને કારણે ખેડૂતોને હવે તેનો ઘઉં અને મકાઈનો પાક બચાવો મુશ્કેલ બન્યું છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સિંચાઈ મંડળીની બેદરકારીનો ભોગ બન્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી ભાંગોરીયા ડેમમાંથી નહેરમાં છોડવામાં આવતા પાણીને રોટેશન મુજબ આપવા માટેના દરવાજા અને કુવાનું રિપેરિંગ કરવામાં આવતું નથી. વર્ષો પહેલાં ખેડૂતો બે સિઝનમાં શિયાળુ અને ઉનાળુ પાક કરતા હતા. હવે પાણીનો વેડફાટ થતાં ખેડૂતોના ઘઉંના પાકને પણ પાણી પૂરું મળ્યું નથી. ભાંગોરીયા ડેમમાં ચોમાસાનું સંગ્રહ થયેલું લાખો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. ડેમ ખાલી થઈ જતાં 80 થી 90 હેકટર જમીનમાં ખેડૂતોને ઘઉંના પાકને ભારે અસર પડશે. નુકસાનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

બોક્ષઃ ઘઉંના પાકને વ્યાપક નુકશાન

આ વર્ષે નહેરના કુવાનું રિપેરિંગ કરવું જરૂરી છે. અમારા ખેતરોમાં ઘઉંનો પાક ઊભો છે. સિંચાઈનું પાણી નહીં મળે તો પાક પર આવેલા ઘઉં નષ્ટ થઈ જશે. માર્ચની 15 તારીખ સુધીમાં ડેમ ખાલીખમ થઈ જાય તેવી ભિતી છે. હવે રોટેશન મુજબ સિંચાઇનું પાણી નહીં મળતાં ઘઉં અને મકાઇના પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે. જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ અને મંડળીની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. > પ્રતાપ વસાવા ,ખેડૂત, કવચીયા.

એંગલના સપોર્ટ ઘણા જૂના થઈ ગયા છે

પાણી બંધ કરવાનો દરવાજો બંધ નહીં થતો હોવાથી ડેમનું પાણી વહી ગયું છે. ઘઉં પાકમાં પાંચથી છ પાણી મળ્યા છે. અમે ઉપર જાણ કરી છે પણ રિપેર કરતા નથી. સિંચાઈના અધિકારીને કહ્યું તો તેમણે પણ હાથ અધ્ધર કરી દીધા હતા. > પુનિયા છીતા વસાવા, જામુની સિંચાઈ મંડળી- પ્રમુખ.

જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના પાપે 8 ગામના ખેડૂતો ચિંતિત

ડેમનો કૂવો-દરવાજા 3 વર્ષથી તૂટ્યા છતાં રીપેર નહીં થતા પાણીનો વ્યય

_photocaption_નેત્રંગ તાલુકાના ભાંગોરિયા ડેમનો કૂવો- દરવાજો તૂટતાં લાખો ગેલન પાણીનો વ્યય થઈ રહ્યો છે. }અતુલ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો