તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલીપસિંહને આપઘાત માટે મજબૂર કરનારી વહુ કૃપા દેસાઈની પૂછપરછ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંગલધરા ગામે સંજયસિંહ દેસાઈની કોન્ટ્રાક્ટ કિલર દ્વારા ગોળી મારી હત્યા કર્યા બાદ મૃતકની પત્ની કૃપા દેસાઈ દ્વારા આ હત્યાનો આરોપ મૃતકના પિતા દિલીપસિંહ દેસાઈ અને બનેવી પર મુકી સમાજમાં બદનામ કર્યા હતા અને ત્યારબાદ પિતા દિલીપસિંહને પોતાના પુત્રની લાશના અંતિમ દર્શન પણ કરવા ન દઈ અંતિમયાત્રામા સમાજના આગેવાનો સામે ખુનના આરોપી ગણાવી અંતિમયાત્રામાં અપશબ્દો બોલી ખોટા આક્ષેપ મુકી જાણી જોઈને જાહેરમા બે આબરૂ કર્યા હતા.મૃતકની પત્નીના આ સુઆયોજિત કાવતરા રૂપી કાર્યથી મૃતકના પિતા માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને મૃતકની પત્નિએ મૃતકના પિતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરતા તેમણે આત્મહત્યા કરી હતી.જેથી મૃતકના દોહિત્ર દ્વારા પોતાની મામી કૃપા વિરુદ્ધ પોતાના દાદાને આત્મહત્યા કરવા મજબૂર કરી દુષ્પ્રેરણા કરી હોવાની ફરિયાદ મહુવા પોલીસ મથકે આપતા પોલીસે દુસ્પ્રેરણા નો ગુનો નોંધી તપાસ આદરી હતી જે અંતર્ગત આજરોજ મહુવા પોલીસે લાજપોર જેલમાંથી કૃપાનો કબ્જો મેળવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામે ગત તા-9/06/2019 ના રોજ રાજપૂત યુવાન ...અનુસંધાન પાના નં. 3

અન્ય સમાચારો પણ છે...