તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેપ સ્મિયેર અને મેમોગ્રાફી શિબિરમાં 157 લાભાર્થીની તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ ઑ જનતા કેળવણી મંડળ, ટ્રાયબલ કેર ફાઉન્ડેશન,દાઉદી વોહરા બુરહાની વિમન્સ ખેરગામના સંયુક્ત ઉપક્રમે પેપ સ્મિયેર અને મેમોગ્રાફી તપાસના શિબિરનું આયોજન ખેરગામ વીજ કંપનીની જૂની કચેરી ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ખાનગી હોસ્પિટલમાં થતી રૂ. 6000 સુધીની તપાસ મફતમાં કરવામાં આવી હતી. શિબિરમાં 117 લાભાર્થીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. જેમાં 22 મેમોગ્રાફી અને 65 સ્મિયેરના કેસ નોંધાયા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ચીખલી રિવર ફ્રન્ટના પ્રમુખ સ્વેતલભાઈ, આલીપોર હોસ્પિટલના પ્રમુખ હસનભાઈ, જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ભાજપ મહામંત્રી શૈલેષ ટેલર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુસ્તાન વોહરા, શશીકાંત પટેલ, તસનીમ વોહરા, ચાંદનીબેન, પદમાબેન સહિત યુવાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...