તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટો સ્ટુડિયો એસો.ની મ્યુઝિક કંપનીના બોગસ એજન્ટથી રક્ષણ મેળવવા રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ તાલુકામાં ફોટો સ્ટુડિયો ચલાવતા વેપારીઓને ઓડિયો મ્યુઝિક કંપનીના નામે આવતા એજન્ટો દ્વારા લાયસન્સ લેવા દબાણ કરતા હોવાના આક્ષેપ કરાયા હતા અને બોગસ એજન્ટો રૂપિયા કઢાવી જતા હોય તેમની સામે યોગ્ય તપાસ હાથ ધરી ધરવા ખેરગામ ફોટો સ્ટુડિયો એસો. દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પટેલની આગેવાની હેઠળ કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ફોટો સ્ટુડિયો ચાલતો હોય ત્યાં કેટલીક મ્યુઝિક કંપનીના નામે એજન્ટો આવી તેમનું લાયસન્સ લેવાની ફરજ પાડી રહ્યા છે. કંપનીના નામે પ્રતિનિધિ કાયદાની આડમાં હેરાન કરી લાયસન્સ લેવા દબાણ કરે છે. કંપનીના નામે આવતા એજન્ટોની તપાસ કરવા માંગ ફોટો વિડિયો એસો.એ કરી હતી. વધુમાં સ્ટુડિયોમાં બોગસ એજન્ટો આવી ચડે છે અને ખોટી રીતે આક્ષેપો કરી કમ્પ્યૂટર ઊંચકી જતા હોય છે અથવા તો પૈસા કઢાવી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...