તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં આંતર કોલેજ સાઈકલિંગ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાની વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના ઉપક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સુરત, આંતર કોલેજ સાઈકલિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બહેનો માટે 30 કિ.મી. અને ભાઈઓ માટે 50 કિ.મી.નું આયોજન કરાયું હતું. આ સાઈકલ સ્પર્ધાનું પ્રસ્થાન સિન્ડિકેટ મેમ્બર સુરત ડો.કે.સી. દેસાઇ, પ્રા. મોહનભાઈ પટેલ તથા બીવીકે મંડળના ચેરમેન ભરતભાઈ અમીનના હસ્તે સવારે 8.30 કલાકે કોલેજ પટાંગણથી લીલીઝંડી ફરકાવીને કરાયું હતું.

સાઈકલ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં 50 કિલોમીટરમાં સ્પર્ધકો બીલીમોરા કોલજથી નીકળી ચીખલી હાઈવે પર થઈ વલસાડના કુંડી ફાટકથી પરત ફરી બીલીમોરા કોલેજ પહોંચ્યા હતા. મહિલાઓના વિભાગમાં બીલીમોરા કોલેજથી નીકળી ચીખલી હાઈવેથી બલવાડા હાઈવે ઓવરબ્રિજથી પરત ફરી આજ માર્ગે બીલીમોરા કોલેજ પહોંચી હતી. ભાઈઓમાં સિંગલ સાઈકલિંગમાં પ્રથમ સચીન શર્મા (કેપી કોમર્સ કોલેજ સુરત), દ્વિતીય અક્ષય વાઘ (કે.પી. કોમર્સ કોલેજ સુરત) તેમજ ટીમ સ્પર્ધામાં સર કે.પી. કોમર્સ કોલેજ, સુરત પ્રથમ અને પી.આર.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બારડોલી રનર્સ અપ નીવડી હતી.

બહેનો વિભાગમાં સિંગલ સાઈકલિંગમાં મોનિકા નાગપુરે (ઉધના સિટીઝન કોલેજ, ઉધના-સુરત) અને દ્વિતીય ક્રમે જુહી કંથારીયા (એસ.પી.બી. ઈગ્લીશ મિડિયમ કોલેજ) તેમજ ટીમ સ્પર્ધામાં ચેમ્પિયન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ વ્યારા અને વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા રનર્સ અપ રહી હતી. પાલિકા પ્રમુખ મનિષભાઈ નાયક, ડીવાયએસપી બી.એસ. મોરી, સેનેટ સભ્ય નારણભાઈ અમીન તેમજ કોલેજના આચાર્ય પ્રા. દીપેશભાઈ પટેલે સૌ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ઉપસ્થિત મહેમાનો સાથે વિજેતા સ્પર્ધકો.

અન્ય સમાચારો પણ છે...