તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપરેખા મુજબ કામગીરી કરવા પંચની સૂચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને ચૂંટણીની કામગીરી સુચારૂ અને વ્યવસ્થિત રીતે થાય તે હેતુથી એક્ષ્પેન્ડીચરના નોડલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ અને નિયંત્રણ ટીમોની તાલીમ યોજાઈ હતી.

ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ કામગીરી કરવાની તાકીદ કરતા એક્ષપેન્ડીચર નોડલ ઓફિસર એચ.કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે છેક ગ્રાઉન્ડ લેવલથી કામગીરી શરૂ કરવાની રહેશે. તમામ ટીમોએ ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થાય તે દિવસથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જવાબદારી પૂર્વક પોતાની ફરજ બજાવવાની રહેશે. ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભનના કિસ્સામાં ભારતીય દંડ સંહિતા કલમ 171(ખ) મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડની જોગવાઈ છે. 50 હજારથી વધુ કેશ લઇ જનારના જરૂરી પુરાવા ચકાસણી કરવાના રહેશે. 10 લાખથી વધુ રોકડ લઇ જનારના કિસ્સામાં સીધી ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરવાની રહેશે.

તાલીમ દરમિયાન ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવાજી તબિયારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે.

સિટીઝન વિજીલન્સ મોબાઈલ એપ દ્વારા કોઇપણ નાગરિક ચૂંટણી તંત્રને ફરિયાદ કરી શકશે. જિલ્લા તેમજ રાજ્ય/દેશના ચૂંટણી તંત્ર દ્વારા 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો