તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેખપુર તળાવમાંથી 5000ના બદલે 50,000 મેટ્રિક ટન માટી કાઢી લીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શેખપુર (રૂઢ) ગામે આવેલા સરકારી તળાવમાં ઊંડું કરવાનો કોન્ટ્રાકટ આપતા કોન્ટ્રાકટર દ્વારા તળાવ ખુબ ઉડું કરી દેતા તળાવની માટી વેચી મારતા ગામના લોકો દ્વારા સુરત ખાણખનીજ વિભાગને લેખીતમાં ફરિયાદ કરતા ચેંકિગ કરાયું હતું.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર (રૂઢ) ગામ આવેલુ છે. ગામના બ્લોક નંબર 288 સર્વે નંબર 234 માં સરકારી તળાવ આવેલંુ છે. ગામ પંચાયત દ્વારા તળાવ ઉંડુ કરવાનો કોન્ટ્રાકટ સુરત નાનપુરા ખાતે રહેતા દર્શીલ જગદીશભાઈ કહારને આપવામાં આવ્યો હતો. જેમાં 5000 મેટ્રીક ટન માટી કાઢવાનો આપવામાં આવ્યો હતો. પરંતુ ગામના મહિલા સરંપચના પતિ પીન્કેશભાઈ પટેલ દ્વારા માટી ખનન પ્રવૃતિ ગેરકાયદે તળાવમાંથી કરી રોયલ્ટી પણ ચોરી બે નંબરમાં માટી વેચી કાઢતા હોવાની ગેરરીતી જણાતા ગામના સહકારી આગેવાન મનોજભાઈ પટેલ દ્વારા મંગળવારના રોજ સુરત ખાણખનીજ વિભાગ,કલેકટર તેમજ ...અનુસંધાન પાના નં. 2

શેખપુર ગામે થયેલ માટી ખનન

બુધવારે તપાસ કરતાં ઘટના બહાર આવી
તળાવમાંથી માટી કાઢવા માટે ખાણખનીજ વિભાગે 5000 મે. ટનની જ રોયલ્ટી આપી હતી. પરંતુ કોન્ટ્રાકટરે 50000 મે. ટન જેટલી માટી કાઢી નાંખી હતી. જેમાં માટી વહન કરતી ટ્રકોને પણ સવારમાં જ રોયલ્ટી આપવામાં આવતી હતી. જે બુધવારના રોજ તપાસ કરતાં બહાર આવ્યું હતું. જે ટ્રકના ચાલકે રોયલ્ટી બાબતે પૂછપરછ કરતાં બીજા ફેરામાં સવારની જ રોયલ્ટી હોવાનું જણાવ્યું હતું.

પંચાયતને લાખો રૂપિયાનું નુકસાન
શેખપુર ગામે તળાવ ઉંડું કરવાની કામગીરી 5000ને બદલે 50000 મે. ટન માટી કાઢતાં સરકાર અને ગામને લાખો રૂપીયાનુ નુકશાન થવા પામ્યું છે.

સરપંચ અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાની બૂ
આ અંગે શેખપુર ગામના મનોજભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગામના તળાવમાં સરપંચ અને કોન્ટ્રાકટરના મેળાપીપણામાં મોટી ગોબાચારી કરવામાં આવી છે, જેથી ગામને અને સરકારને મોટુ નુકશાન છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે જરૂર પડશે તો ગાંધીનગરના દ્વારા પણ ખખડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો