તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની હાલ અમેરિકામાં સ્થાઇ થયેલા રમણભાઈ દાસ અને એમના મિત્રોનું પ્રેરણારૂપ કાર્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની ભૂમિ પર જન્મ લઇ બાદમાં કામધંધા અર્થે વિદેશની ધરતી પર સ્થાયી થઇ અને બે પાંદડે થયેલા કેટલાક સેવાભાવી લોકો વિદેશમાં બેઠા બેઠા પણ વતનના જરૂરિયાતમંદ ભાઈ-બહેનોની ચિંતા કરતા હોય છે. આવા જ એક પ્રેરણારૂપ કિસ્સામાં મૂળ કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની અને હાલ અમેરિકામાં રહેતા સજ્જન અને તેમના મિત્રોએ છેવાડાના આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાના ત્રીસ જેટલા ગામો દત્તક લઇ એમના શિક્ષણ,આરોગ્ય સહિતના સેવાકીય કામો માટે દર વર્ષે 51,000 ડોલર એટલે કે અંદાજિત 35 લાખની રકમ સતત પાંચ વર્ષ સુધી મળી કુલ 1.75 કરોડની રકમ એકલ અભિયાન ગ્રામોત્થાન (જીઆરસી) મારફત આપવાની તૈયારી દાખવી છે અને એ દિશામાં કામ પણ શરૂ થઇ ગયું છે.

સુરત નજીક આવેલ કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની રમણભાઈ દાસ અને એમનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાના હ્યુસ્ટન ખાતે સ્થાયી થયો છે. અને હોટેલનો બિઝનેશ ચલાવે છે.વિદેશમાં કમાણી કરી બે પાંદડે થયેલ રમણભાઈને પોતાના વતન એવા ગુજરાતના છેવાડે આવેલ ડાંગ અને તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી ભાઈ-બહેનોની આર્થિક અને સામાજિક સ્થિતિ બાબતે ચિંતા રહ્યા કરતી હતી. એમણે પોતાના મન ની વાત પેલેસ ઈન ગ્રુપમાં સામેલ મિત્રો આગળ મૂકી હતી અને એઓ પણ આ સેવાના પુનિત યજ્ઞમાં જોડાવા તૈયાર થઇ ગયા.

એનઆરઆઇ મિત્રોએ ગુજરાતમાં સંઘ પરિવાર દ્વારા કાર્યરત એકલ અભિયાન અને ગ્રામોત્થાનની પ્રવુતિ વિષે જાણકારી મેળવી અને એઓ આ અભિયાન સાથે જોડાયા હતા. ગત દિવસોમાં એઓ એકલ અભિયાનની પ્રવુતિ નિહાળવા વતનમાં આવ્યા હતા અને એમણે સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને પહેલા તબક્કામાં ડાંગ જિલ્લાના અલ્પ વિકસિત એવા સુબીર તાલુકાના ગામડાઓની મૂલાકાત લીધી હતી.જે બાદ ડાંગ અંચલના પમ્પા સરોવર (સુબીર) સંચના 30 ગામો દત્તક લીધા છે અને 2019 ના પ્રથમ દિવસથી જ કામની શરૂઆત કરી દીધી છે. આવનાર પાંચ વર્ષમાં દાનદાતાઓની મદદ થકી તમામ 30 ગામોમાં આર્થિક અને સામાજિક પરિવર્તન થાય એવા આશય સાથે એકલ અભિયાન ગ્રામોત્થાન યોજના કાર્યરત થઇ ગઈ છે.

અમેરિકાના NRI ગ્રુપે ડાંગનાં 30 ગામ દત્તક લીધા, શિક્ષણ અને સ્વાવલંબન પાછળ 5 વર્ષમાં રૂપિયા 1.75 કરોડ વાપરશે
અન્ય સમાચારો પણ છે...