પાનોલીની GRP કંપનીમાં 30 ફૂટ ઉંચાઇથી પડતા કામદારને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાનોલી જીઆઇડીસીમાં જીઆરપી લિમિટેડ કંપની 30 ફૂટ ઉપરથી નીચે પડી જવાથી કામદારને ઇજા પહોંચી છે. કંપનીમાં કામ કરતાં કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવતાં ન હોવાના આક્ષેપ સાથે કામદાર આગેવાનોએ કર્યો છે.

અંકલેશ્વરમાં રહેતા ૨૦ વર્ષીય ધર્મેન્દ્રસિંગ પાનોલીની જી.આર.પી. કંપનીના કોન્ટ્રકટર રાકેશ યાદવના કોન્ટ્રકટમાં છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યો હતો. ગત રોજ કંપનીમાં તે 30 ફૂટ ઉંચાઈ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અગમ્ય કારણસર તે 30 ફૂટ ઉંચે થી અચાનક નીચે પટકાયો હતો.તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. કામદાર સમાજના રજનીશ સિંગ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેમણે કંપની દ્વારા કામદારને જરૂરી સેફટીના સાધનો આપવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સીની અમુક કંપનીઓ સેફ્ટીના અભાવે કામદારો પાસે કામ કરવા આવી રહ્યું છે. બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ થતા જાણવાજોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...