તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મશીનમાં માથું આવી જતાં ઘવાયેલા કામદારનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના મોટાબોરસરા ગામે ઓલ્મપીયા ગલીમાં આવેલ ટેક્સટાઈલ ફેક્ટરીમાં કામ કરતાં કામદાર અકસ્માતે મશીનની અંદર આવી જતાં તેનું માથુ મશીનમાં છુદાઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

કીમ સીટી સરવે ઓફિસની બાજુમાં આવેલ જગદીશ નંદલાલ પાંડવના મકાનમાં રહેતો 20 વર્ષીય ચંદન મોતી બલરામ ચૌહાણ મોટાબોરસરા ગામે આવેલ ઓલમ્પીયા ગલીમાં કોમલ ટેક્સટાઈલ પ્રા. લી.માં તારીખ 17મી માર્ચના રોજ 7.00 વાગ્યા અરસામાં કામ કરતો હતો તે દરમિયાન કપડાના મશીનમાં અકસ્માતે પડી જતાં મશીનના બે પાર્ટ વચ્ચે માથુ આવી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે કીમ સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...