Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉકાઈ ડેમના જળાશયમાં પાણી વધતાં હિંગણી ગામ નજીકનો કોઝવે 3 માસથી પાણીમાં ગરક
નિઝર તાલુકાના છેવાડાના દેવાળા ગામથી હિંગણી અને સુલવાડા ગામને જોડતા રસ્તા પર આવેલ લોલેવલ કોઝવે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જેથી ખેડૂતો અને કાયમ અવરજવર કરતા અહીંના સ્થાનિક લોકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હાલ ખેડૂતો પોતાના ખેતર માંથી પાક કાઢવામાં માટે ટ્રેક્ટર અને ટ્રક જેવા વાહનો ખેતર સુધી લઇ જવામાં ભારે મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. જેના કારણે અહીંની સ્થાનિક પ્રજાને 9થી 10 કી.મી.નો ચકરાવ કરવો પડી રહ્યો છે. જયારે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
સ્થળ પરથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના નિઝર તાલુકાના છેવાડાના દેવાળા ગામથી હિંગણી અને સુલવાળા ગામને જોડતા રસ્તા પર આવતી ચાદવા નદી પર ગ્રામજનો માટે એક લોલેવલ કોઝવેનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ કોઝવે પરથી અહીંના સ્થાનિકો કાયમ માટે અવાર જવર કરતા હોય છે. જ્યારે ગત વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાથી અને તાપી નદીમાં ઉકાઈ જળાશયનું પાણી વધવાથી તાપી નદીનું પાણી આ ચાદવા નદીમાં આવી પોહ્ચ્યું હતું. જેથી આ કોઝવે પાણીમાં ગરક થઈ ગયો છે. જેથી ત્રણ ગામોના લોકોનુ અવર જવર બંધ થઇ ગઈ છે.
હાલ ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક કાઢવામાં માટે ટ્રેક્ટર અને ટ્રક જેવા વાહનો ખેતર સુધી લઇ જવામાં પણ હાલાકી ભોગવી રહ્યા છે. અહીના સ્થાનિક ખેડૂતો અને નિઝર ખાતે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો પાણીમાં જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. જયારે હાલ ખેતરોમાં કપાસ, શેરડી, મરચા જેવા પાકો માર્કેટમાં લઇ જવામાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોખમી રીતે કોઝવે પાર કરી રહેલા લોકો પર જાનહાનિનો ખતરો
જોખમી રીતે કોઝવે પાર કરી રહેલો બાઇકચાલક
આ ચવદા નદીમાં વર્ષ 2006માં પાણી ભરાયું હતું. ત્યાર બાદ વર્ષ 2019ના ઑગસ્ટ- સપ્ટેમ્બર માસમાં ઉકાઈ જળાશયમાં પાણીનું પ્રમાણ વધતા આ નદીમાં પાણી ભરાયું છે. જે આજ સુધી છે. જ્યારે હાલ આ નદી પર બનાવેલ કોઝવે પર તાપી નદીનું પાણી હોવાથી અવરજવર કરવાંમાં ભારે મુશ્કેલી થતી હોય છે. જયારે આ કોઝવેની ઉંચાઈ વધારવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઇ શકે એમ છે.